Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો ૭૩મો જન્મદિવસઃ મોદીએ પાઠવી શુભેચ્છા

શુભેચ્છાનો ધોધઃ ૧૪માં રાષ્ટ્રપતિ તરીકે કર્યા છે શપથ ગ્રહણ

નવી દિલ્હી તા. ૧ :.. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો આજે ૭૩મો જન્મદિવસ છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેમને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ ટ્વિટ કર્યુ કે, રાષ્ટ્રપતિજીને જન્મ દિવસ પર હાર્દિક શુભકામના ભારતને તેમની બુધ્ધીમતા અને તમામ વિષયો પર ઉંડી સમજનો મોટો લાભ મળી રહ્યો છે. તેઓ સમાજના દરેક વર્ગ સાથે ઉંડાણપૂર્વક જોડાયેલા છે. હૂં તેમના દિર્ઘાયુ અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરું છું.

રામનાથ કોવિંદનો જન્મ ૧ ઓકટોબર ૧૯૪પ ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુર દેહાત જીલ્લાના એક નાના ગામ પરૌખમાં થયો હતો.

તેઓએ ગયા વર્ષે રપ જૂલાઇએ દેશના ૧૪ માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા હતાં. તે પહેલા તેઓ બીહારના રાજયપાલ તરીકે કાર્ય કરી રહ્યા હતાં. કોવિંદ રાજયસભાના સભ્ય પણ રહી ચૂકયા છે. તેઓ ૧૯૭૭-૭૯ સુધી દિલ્હી હાઇકોર્ટમાં કેન્દ્ર સરકારના વકીલ પણ રહ્યાં.

(5:24 pm IST)