Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

શિવસેનાએ રફાલ ડીલ મુદ્દે સરકાર સામે સાધ્યું નિશાન:સંજય રાઉતે કહ્યું રફાલ બોફોર્સનો બાપ

રફાલમાં વચેટીયાને પ્રતિ વિમાન એક હજાર કરોડની દલાલી મળી:ગંભીર આરોપ લગાવ્યો

મુંબઈ :મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પોર્ટી શિવસેનાએ રફાલ ડીલ મામલે સરકાર સામે નિશાન સાધ્યું છે  શિવસેનાનો આરોપ છે કે, સરકારે રફાલ ડીલમાં ગોટાળો કર્યો છે. શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યુ કે, જે લોકો બોફોર્સ ડીલમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી ઉપર 65 કરોડ રૂપિયાની લાંચ લીધો હોવાનો આરોપ લગાવી રહ્યા હતા. તેઓ આજે સત્તામા છે. આજે સત્તામાં રહેલા લોકો પર 700 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. જેથી રફાલ બોફોર્સનો બાપ છે.

  સંજય રાઉતે વધુમાં જણાવ્યુ કે, મોદી સરકારે રફાલને યુપીએ સરાકારની ડીલ કરતા વધારે  મોંઘી કિંમતે ખરીદ્યા છે. રફાલમાં વચેટીયાને પ્રતિ વિમાન એક હજાર કરોડની દલાલી મળી છે

   અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બાદ શિવેસેના પણ સરકાર પર રફાલ મામલે નિશાન સાધી રહી છે. કોંગ્રેસ રફાલની કિંમતને દેશની જનતા સામે જાહેર કરવાની માંગ કરી રહી છે.

(2:30 pm IST)