Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

PoKના PMના હેલિકોપ્‍ટરને ભારતીય જવાનો તોડી પાડવાની તૈયારીમાં જ હતા

હેલિકોપ્‍ટર ભારતીય સરહદમાં ૧૦ કિલોમીટર ઘુસી આવ્‍યું હતું અને બેથી ત્રણ મિનિટ ચક્કર લગાવતું રહ્યું હતું

નવી દિલ્‍હી તા. ૧ : પાકિસ્‍તાની સૈન્‍યનું હેલિકોપ્‍ટર ભારતીય સરહદમાં ઘુસી તો આવ્‍યું પણ તેની સાથે મોટી દુર્ઘટના સર્જાતા સર્જાતા રહી ગઈ. લાઈન ઓફ કંટ્રોલ પર પૂંછ સેક્‍ટરમાં ઘુસી આવેલા હેલિકોપ્‍ટરને ભારતીય સુરક્ષા બળોએ તોડી પાડવાની તૈયારીમાં જ હતાં. જો આમ થાત તો મોટો અકસ્‍માત થઈ શકે તેમ હતો.

ભારત પાકિસ્‍તાનના જે હેલિકોપ્‍ટરને તોડી પાડવાની ફિરાકમાં હતું તેમાં પાકિસ્‍તાનના કબજા હેઠળના કાશ્‍મીરના વડાપ્રધાન રજા ફારૂક હૈદર સવાર હતાં. આ હેલિકોપ્‍ટર ભારતીય સરહદમાં ૧૦ કિલોમીટર સુધી ઘુસી આવ્‍યું હતું અને બે થી ત્રણ મીનિટ ચક્કર લગાવતું રહ્યું હતું.

અચાનક ઘુસી આવેલા પાકિસ્‍તાનીએ હેલિકોપ્‍ટર પર ભારતીય જવાનોએ જમીન પરથી જ હેલિકોપ્‍ટરને નિશાન બનાવતા ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ઉપરાંત ભારતીય વાયુસેનાના બે ફાઈટર જેટ્‍સ પણ રવાના કરી દેવામાંઅ અવ્‍યા હતાં જેથી કરીને હેલિકોપ્‍ટરને ઘેરી શકાય. સફેદ અને વાદળી રંગની પટ્ટીઓ ધરાવતું આ હેલિકોપ્‍ટર થોડી વાર બાદ જ પીઓકેના કાહુટા વિસ્‍તારમાં પાછુ ફર્યું હતું.

એક સૂત્રના જણાવ્‍યા પ્રમાણે, અમારા હવાઈ સુરક્ષાએ જે સમયે તે હેલિકોપ્‍ટરસ્‍ને ભારતીય સરહદમાં પ્રવેશતા જોયું, તે સમયે હેલિકોપ્‍ટર સારી એવી ઉંચાઈએ હતું. સુરક્ષાકર્મીઓએ ગ્રાઉંડ પરથી જ તેને નિશાન બનાવીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું અને થોડી જ મીનિટોમાં જ તે હેલિકોપ્‍ટર પાકિસ્‍તાની સરહદમાં પરત ફર્યું. પાકિસ્‍તાનના કેટલાક અહેવાલમાં જાણવા મળ્‍યું છે કે, તે હેલિકોપ્‍ટરમાં પાક.ના વડાપ્રધાન સવાર હતાં, જોકે અમે તેની પુષ્ટી નથી કરતા.

સૂત્રોએ જણાવ્‍યું હતું કે, સુરક્ષા બળોએ પાકિસ્‍તાનના હેલિકોપ્‍ટરને નિશાન બનાવ્‍યું હતું પરંતુ કોઈ ભારે એંટી-એરક્રાફટ હથિયારનો ઉપયોગ કર્યો નહોતો. જોકે બે ફાઈટર જેટ્‍સને સુરક્ષાના કારણો રવાના કરી દેવામાં આવ્‍યા હતાં.

(11:58 am IST)