Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

રાફેલ તો ‘બોફોર્સનો બાપ' છેઃ શિવસેના વિપક્ષ બાદ હવે ભાજપના સાથી પક્ષે શિંગડા ભરાવ્‍યા

નવી દિલ્‍હી તા. ૧ :.. રાફેલ ડીલ વિવાદ પર ઘેરાયેલી કેન્‍દ્રની મોદી સરકાર માટે મુશ્‍કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી હવે બીજેપીના સહયોગીઓએ પણ તેના પર નિશાન સાધવાનું શરૂ કરી દીધુ છે.

શિવસેનાના વરિષ્‍ઠ નેતા, સંજય રાઉતે રાફેલ ડીલને ‘બોફોર્સનો બાપ' ગણાવ્‍યો અને કહયું કે આ કરાર વિરૂધ્‍ધ વારંવાર બોલવાથી દેશની રાજનીતિમાં રાહુલ ગાંધીનું મહત્‍વ વધ્‍યું છે.

પક્ષના મુખપત્ર ‘સામના' માં રાઉતે કહયું કે જે લોકોએ બોફોર્સ ડીલમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના સંબંધી ૬પ કરોડની લાંચ આપવાનો આરોપ લગાવ્‍યો હતો.

તે હવે સત્તામાં છે. આજે તેના પર રાફેલ વિમાન ડીલમાં ૭૦૦ કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. રાફેલ બોફોર્સનો બાપ છે.ડીલ પર ફ્રાંસના ઓલાંદના દાવા અંગે ભાજપ પર નિશાન સાધીને શિવસેના સાંસદે આヘર્ય વ્‍યકત કર્યુ કે પૂર્વ ફ્રાંસીસી રાષ્‍ટ્રપતિને કોંગ્રેસ અધ્‍યક્ષના સમર્થક કહેવામાં આવશે. તેમજ એક રાષ્‍ટ્ર વિરોધી કહેવાશે.

શિવસેના નેતાએ કહયું, સવાલ એ નથી કે અનિલ અંબાણીને યુધ્‍ધ વિમાન બનાવવાનો કરાર આપવામાં આવ્‍યો પણ પ્રત્‍યેક વિમાન માટે પરટ કરોડ રૂપિયાના મુલ્‍યની જગ્‍યાએ મોદી સરકારના કાર્યકાળમાં આ ડીલ ૧પ૭૦ કરોડ રૂપિયમાં કરવામાં આવી. તેનો અર્થ વચેટીયાઓને પ્રતિ વિમાને અંદાજે ૧૦૦૦ કરોડ રૂપિયાની દલાલી મળી હતી

(12:17 pm IST)