Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

‘જૈસી કરની વૈસી ભરની'... મુશર્રફને ભેદી બિમારી : એકધારા નબળા પડી રહ્યાં છે

ભારત સામે કાયમ ઝેર ઓકતા અને કારગિલકાંડના સૂત્રધાર માંદગીના ખાટલે

કરાંચી, તા. ૧ : પાકિસ્‍તાનના ભૂતપૂર્વ રાષ્‍ટ્રપતિ અને રીટાયર્ડ જનરલ પરવેઝ મુશરફ એક અજાણી બિમારીના કારણે ઝડપથી નબળા પડી રહ્યા છે અને તે કારણે તેઓ તેમની સામેના દેશદ્રોહના આરોપના કેસનો સામનો કરવા પાકિસ્‍તાન આવી શકે તેમ નથી એવું ઓલ પાકિસ્‍તાન મુસ્‍લિમ લીગના નેતા અમજદ ખાને કહ્યું હતું.

૩ નવેમ્‍બર ર૦૦૭ના બંધારણને સ્‍થગિત કરવાનો આરોપ તેમના પર ૩૧ માર્ચ, ર૦૧૪માં મુકાયો હતો તે માર્ચ ર૦૧૬માં દેશ છોડીને મેડીકલ સારવાર માટે દુબઇ ચાલ્‍યા ગયા હતા અને હજી સુધી પાછા નથી ફર્યા. મુશરફને ભાગેડુ ગુનેગાર જાહેર કરાયા છે અને એક સ્‍પેશયલ કોર્ટ તેના પ્રત્‍યાર્પણ માટેના રસ્‍તાઓ કરી રહી છે.મુશરફે સ્‍થાપેલી પાર્ટીના ભૂતપૂર્વ ચેરમેન ડો. અમજદે મુશરફની ગેરહાજરીને નવી બિમારી સાથે જોડતા કહ્યું હતું કે, તેમને આ બિમારીની સારવાર માટે દર ત્રણ મહીને લંડન જવું પડે છે. અમે તેમની બિમારી વિષે દેશને અત્‍યારે કોઇ જાણકારી નહીં આપીએ પણ અમે કોર્ટમાં તેની બિમારીના પુરાવા આપીને તેની માહિતી આપીશું. મુશરફ બહુ ઝડપી નબળા પડતા જાય છે અને તેમના જીવનને જોખમમાં ન મૂકી શકીએ.

ડો. અમજદે કહ્યું હતું કે મુશરફ પાકિસ્‍તાન તો જ પાછા આવી શકે જો તેમને ફી ટ્રાયલની ગેરન્‍ટી આપવામાં આવે અને સારવાર માટે દેશ છોડવાની પરવાનગી આપવામાં આવે.

(11:53 am IST)