Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

રાજકોટમાં ગાંધી મ્યુઝીયમનું વડાપ્રધાન નરેન્દ્રભાઈના હસ્તે લોકાર્પણ

ગાંધીજીના જીવનની તમામ સફરની ઝલક :જન્મ,પરિવાર,પુતળીબાઈ,બાળપણમાં શીખેલા પાઠ,

રાજકોટ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગાંધી મ્યુઝીયમનું લોકાર્પણ કર્યું હતું રાજકોટમાં આવેલી આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં મહાત્મા ગાંધી ભણ્યા હતા ત્યાં ગાંધી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. તેનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ આ મ્યુઝિયમને નિહાળ્યું હતું. 26 કરોડના ખર્ચે આને તૈયાર કરવામાં આવ્યું છે.

  અહીં ગાંધીજીના જીવનની તમામ સફક જોવા મળી હતી.જન્મ અને પરિવાર, માતા પૂતળીબાઇ, બાળપણમાં શીખેલા પાઠ, કબા ગાંધી પરિવારનું રાજકોટમાં આગમન, આલ્ફ્રેડ હાઇસ્કૂલ, રાજકોટમાં જીવનમૂલ્યોનું શિક્ષણ, કસ્તુરબા સાથે લગ્ન, ખરાબ સોબત, કરમચંદ ગાંધીનું અવસાન

 ત્રણ વસ્તુઓથી દૂર રહેવાની પ્રતિજ્ઞા, લંડન-અંગ્રેજી જેન્ટલમેનનો વેશ, લંડનમાં મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ, અન્નાહારી મંડળીના સભ્ય, વિશ્વના ધર્મોનો પરિચય, બેરિસ્ટર ગાંધી પહોંચ્યા મુબંઇ, સંઘર્ષ, રાજકોટ-મુંબઇ-રાજકોટ, દક્ષિણ અફ્રિકાનું તેડુ, પીટરમેરિત્ઝબર્ગસ્ટેશન પર ટ્રેનથી ઉતારાયા

(12:00 am IST)