Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

દુબઇના પબમાં 'મોડર્ન બાપુ'ના ચિત્રનો ભારતીયોએ કર્યો વિરોધ

નવી દિલ્હી :મહાત્મા ગાંધી દારૂના પ્રખર વિરોધી હતાં. ત્યારે દુબઈના એક પબમાં મહાત્મા ગાંધીની તસવીર ભીંત પર ચિત્રાવવામાં આવી છે. જેના કારણે ત્યાં વસતા ભારતીયોને ઘણું દુખ થયું છે.પબના મેનેજમેન્ટે કહ્યું કે, 'આ ચિત્ર ગાંધીજીનું નથી અને અમારો કોઇ હેતુ ગાંધીને દોરાવવાનો ન હતો. આ The Bar Baar resto-lounges પબમાં ઇંટની દિવાલ પર ગાંધીજીની 'મોર્ડન બાપુ' જેવી પ્રતિકૃતિ છે.

(12:00 am IST)