Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સભામાં જનમેદની ઉમટી :બહારગામથી હજારો લોકો ઉમટયા શાસ્ત્રી મેદાનમાં એસટી બસનું પાર્કિંગ

 રાજકોટ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતની એક દિવસની મુલાકાતે આવ્યા હતા જેમાં બપોર બાદ રાજકોટની ચૌધરી હાઈસ્કૂલમાં સભા સંબોધન કર્યું છે. ચૌધરી હાઈસ્કૂલ ખાતેથી પીએમ મોદીએ આઈ-વે પ્રોજક્ટ ફેઝ-3 અંતર્ગત શહેરને સીસીટીવીથી સજ્જ કરવાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ સિવાય ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને પીએમ આવાસનું મોદીએ લોકાર્પણ કર્યું હતું.મોદીની સભામાં બહારગામથી પણ લોકો ઉમટી પડયા હતા અને તેની એસટી બસનું શસ્ત્રી મેદાનમાં પાર્કિંગ કરાયું હતું પાર્કિંગમાં ઉભેલી સંખ્યાબંધ એસટી બસ જોવાઈ હતી

(12:00 am IST)