Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ઇન્દોરમાં 110 કરોડના ડ્રગ્સ ઝડપાયું :ત્રણ શખ્શોની ધરપક :DIR ની ટીમે ગેરકાયદે પ્રયોગશાળા ઝડપી

પ્રયોગશાળામાંથી નવ કિલો ફેંટાનિલનો જથ્થો જપ્ત: ફેંટાનિલ હિરોઈન કરતા 50 ગણી જોખમી

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં 110 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.  ડીઆરઆઈની ટીમે ઈન્દોરમાં દરોડા પાડી ગેરકાયદેસર રીતે ચાલતી પ્રયોગ શાળાને ઝડપી પાડી છે.

  આ પ્રયોગ શાળામાં ફેંટાનિલ નામનું ખતરનાક સિંથેટિક ઓપિયોડ જપ્ત કરવામાં આવ્યુ છે. ડીઆરઆઈની ટીમે પ્રયોગશાળામાંથી નવ કિલો ફેંટાનિલનો જથ્થો જપ્ત કર્યો છે. ઘાતક ડ્રગ્સની માત્રાથી 40થી 50 લાખ લોકોના મોત થઈ શકે  છે.

  આ પ્રયોગ શાળાને એક સ્થાનિક કેમિસ્ટ દ્વારા ચલાવવામાં આવતી હતી. ભારતમાં ફેંટાનિલ જપ્ત કરવામાં આવ્યુ હોવાની પહેલી ઘટના બની છે.

  ડીઆરઆઈના મહાનિદેશક ડીપી દાસે જણાવ્યુ કે, ફેંટાનિલ હિરોઈન કરતા 50 ગણી જોખમી હોય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 2016માં ફેંટાનિલના ઓવરડોઝના કારણે યુએસમાં 20 હજાર લોકોના મોત થયા હતા. ત્યારે ઈન્દોરમાંથી મળી આવેલા ડ્રગ્સ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે

(12:00 am IST)