Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

યુપી કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે લીધી વિવેક તિવારીના પરિવારની મુલાકાત :સાંત્વના પાઠવી

રાજ્યમાં કાયદો વ્યવસ્થા કથળી :એફઆરઆઇમાં બંને આરોપીઓના નામ ગાયબ

લખનૌ :લખનૌમાં પોલીસના કથિત ફાયરિંગમાં મૃત્યુ પામેલ વિવેક તિવારીના પરિવારની ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે મુલાકાત લીધી હતી રાજ બબ્બરે પીડિત પરિવાર સાથે મુલાકાત કરી તેમને શાંતવના પાઠવી છે.

  રાજ બબ્બરે મુલાકાત બાદ જણાવ્યુ કે, ઉત્તર પ્રદેશની સરકારનું પોલીસ પર નિયંત્રણ નથી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી છે. પોલીસ સામાન્ય નાગરિકની હત્યા કરી રહી છે.આવી સ્થિતિમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજીનામું આપી દેવુ જોઈએ. રાજ બબ્બરે કહ્યુ કે, પોલીસે દાખલ કરેલી એફઆઈઆરમાં બન્ને આરોપીઓના નામ ગાયબ છે. પ્રદેશની સરકાર પોલીસ વિરૂદ્ધ કાર્યવાહી કરતા ડરી રહી છે.

(12:00 am IST)