Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

પત્રકાર ગૌરી લંકેશની હત્યા કેસમાં આરોપીનો પોલીસ પર આક્ષેપ:ગુન્હો કબૂલવા માટે 25 લાખની કરી ઓફર

એસઆઈટીની ટીમે 25 લાખ રૂપિયાની ઓફર કરી: પરશુરામ વાઘમારનો આરોપ

પત્રકાર ગૌરી લંકેશની હત્યા કેસના આરોપીએ પોલીસ પર ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. પોલીસે આરોપીને ગુનાની કબૂલાત કરવા માટે 25 લાખ રૂપિયાની ઓફર કરી હોવાનો ખુલાસો થયો છે.

  અન્ય એક આરોપીએ દાવો કર્યો કે, પોલીસ દ્વારા ગુનાનો સ્વિકાર કરવા પોલીસ દ્વારા સતત દબાણ કરવામાં આવી રહ્યુ છે. જે અંગેની માહિતી ગૌરી લંકેશની હત્યામાં સામેલ શુટર પરશુરામ વાઘમારેએ આપી છે.

  વાઘમારેએ કહ્યુ કે, હત્યા મામલે તપાસ કરી રહેલી એસઆઈટીની ટીમે 25 લાખ રૂપિયાની ઓફર કરી છે. જોકે, આ ઓફરનો સ્વિકાર કરવાનો આરોપીએ ઇનકાર કર્યો છે. આરોપીનું કહેવુ છે કે, 25 લાખનો  સ્વિકાર કરવાથી તેનું પરિણામ પરિવારને ભોગવવુ પડી શકે છે

(12:00 am IST)