Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ડોનાલ્ડ ટ્રમ્પ નવેમ્બરમાં ફ્રાન્સ-આર્જેન્ટિનાની કરશે યાત્રા આસિયાન સમ્મેલનમાં તેઓ ભાગ નહી લ્યે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નવેમ્બરમાં ફ્રાંસ અને આર્જેન્ટીનાની યાત્રા કરશે. તો સિંગાપુરમાં થનારા આસિયાન સમ્મેલનમાં તેઓ ભાગ નહી લે. વ્હાઈટ હાઉસે મામલે જણાવ્યું કે ટ્રમ્પ પેરિસમાં પ્રથમ વિશ્વ યુદ્ધના વિરામના 100 વર્ષ પૂર્ણ થવાના મોકા પર આયોજિત 11 નવેમ્બરના કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ બ્યૂનસ આયર્સમાં જી-20 સમીટમાં ઉપસ્થિત રહેશે.

(11:02 pm IST)