Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

એલએએચડીસી કારગિલની ચૂંટણીમાં ખંડિત જનાદેશ :નેશનલ કોન્ફરન્સ સૌથી મોટી પાર્ટી :ભાજપે પપહેલીવાર ખાતું ખોલાવ્યું

નેશનલ કોન્ફરન્સ 10 સીટો, કોંગ્રેસ 8 સીટો સાથે બીજા સ્થાને

શ્રીનગર :જમ્મુ -કાશ્મીરના લદ્દાખ સ્વાયત્ત પર્વતીય વિકાસ પરિષદ (એલએએચડીસી) કારગિલના ચૂંટણીમાં ખંડિત જનાદેશ મળ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, ચૂંટણીમાં કોઈપણ પાર્ટીને બહુમત મળ્યો નથી.નેશનલ કોન્ફરન્સ સૌથી મોટી પાર્ટી બની છે એલએએચડીસી કારગિલ માટે 27 ઓગસ્ટે મતદાન થયું હતું ચૂંટણી પરિણામમાં ભાજપે પ્રથમવાર ખાતુ ખોલ્યું છે. 

  અધિકારીઓએ જાણકારી આપી કે ફારૂખ અબ્દુલ્લાની આગેવાનીવાળી નેશનલ કોન્ફરન્સ 10 સીટોની સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. કોંગ્રેસ 8 સીટો સાથે બીજા સ્થાને રહી છે.

(8:25 pm IST)