Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં 71 ટકાનો જંગી ઉછાળો :5,42 કરોડ ITR ફાઈલ થયા

નવી દિલ્હીઃ ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની ડેડલાઇન પૂર્ણ થઈ છે ત્યારે મળતી વિગત મુજબ ITR ફાઇલ કરવામાં 71 ટકાનો ઉછાળો નોંધાયો છે 31 ઓગસ્ટ સુધી 5.42 કરોડ ITR ફાઇલ થયા છે, ગત વર્ષે આ સમય ગાળામાં 3.71 કરોડ આઈટીઆર ફાઇલ થયા હતા.

પગારદારોની સાથે-સાથે વ્યાપારીઓ કે પ્રોફેશનલો માટે 31 ઓગસ્ટ ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ હતી, જેને ઓડિટ કરાવવાની જરૂર નથી. 31 ઓગસ્ટ બાદ ITR ફાઇલ કરનાર પર દંડ લગાવવાના સરકારના નિર્ણયથી પણ સમય પર રિટર્ન્સ ફાઇલ કરનાર પર દબાણ વધ્યું હતું. પહેલા સરકાર દંડ ફટકાર્યા વિના માર્ચના અંત સુધી રિટર્ન ફાઇલ કરવાની છૂટ આપતી હતી. 

  અંતિમ નાણાકિય વર્ષના અંત સુધી 6 કરોડ 80 લાખ રિટર્ન્સ ફાઇલ કરવામાં આવ્યા હતા. પરંતુ રિટર્ન ફાઇલ કરનારની સંખ્યા આવકવેરો આપનારની સંખ્યા કરતા વધુ છે. એક કરોડથી વધુનું રિટર્ન ફાઇલ કરનારે પોતા પર 1 રૂપિયાના ટેક્સની દેવાદારી પણ જાહેર કરી નથી. 

(8:00 pm IST)