Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

હાર્દિક પટેલના ઉપવાસનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પહોંચ્યો : પાટણના ધારાસભ્ય ડો,કિરીટ પટેલે યુએનના માનવાધિકાર આયોગમાં પત્ર લખ્યો

પાટીદારો અને હાર્દિક પટેલને થતા અન્યાય સામે પત્ર લખી અવાજ ઉઠાવ્યો

અમદાવાદ :પાટીદાર આંદોલન અને હાર્દિક પટેલના ઉપવાસનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચ્યો છે પાસના પૂર્વ કન્વીનર અને પાટણના ધારાસભ્ય ડો.કીરીટ પટેલે સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર આયોગમાં પત્ર લખીને પાટીદારો અને હાર્દિક પટેલને થતા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 મહિનાથી હાર્દિક પટેલને ઉપવાસ માટે પોલીસ મંજૂરી નથી આપી રહી. સાથે હાર્દિકે ગાંધીનગરમાં પણ ઉપવાસની મંજૂરી માગી હતી પરંતુ પોલીસે તેને પણ સુરક્ષાના કારણથી નામંજૂર કરી દીધી હતી. ત્યારે હવે સમગ્ર મુદ્દો દેશ બહાર પહોંચી ગયો છે

   તમામ નામંજૂરી બાદ પણ હાર્દિકે પોતાની મક્કમતાથી પોતાના નિવાસ સ્થાને ઉપવાસ શરૂ કરી દીધા છે. ત્યારે પોલીસે સમગ્ર વિસ્તારને કોડિંગ કરી અને લોકોની અવર જવર બંધ કરી દીધી હતી. જેથી હાર્દિકના ઉપવાસમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ ન શકે. જેને લઈને પણ કોર્ટમાં કન્વીનરો પહોંચ્યા હતા. પરંતુ ત્યાંથી તાત્કાલિક કોઈ રાહત મળી નથી કોર્ટમાં પહેલા સમગ્ર મેટર નોટ બી ફોર મી થઈ હતી. જે બાદ અન્ય કોર્ટમાં કેસ ચાલતા આગલી તારીખ પડી ગઈ હતી. જેથી આગામી 4 તારીખે અન્ય સુનાવણી યોજાવાની છે. 

(7:55 pm IST)