Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

જૈન મુનિ તરૃણ સાગરજી મહારાજની ૨૦ વર્ષમાં દિક્ષા

જૈન સંત બનવા માટે માત્ર ૧૩ વર્ષમાં ઘર છોડ્યો : મુનિના કહેવાથી સંઘના યુનિફોર્મમાંથી ચામડાનો બેલ્ટ દુર કરાયો હતો : સંઘના કાર્યક્રમમાં મુનિ પહોંચ્યા હતા

નવી દિલ્હી, તા.૧ :  જૈન મુનિ તરૃણ સાગરજી મહારાજનુ આજે વહેલી પરોઢે અવસાન થતા તેમના કરોડો સમર્થકો અને અનુયાયી લોકોમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. ૫૧ વર્ષીય તરૃણ સાગરજી મહારાજ લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા હતા. પૂર્વીય દિલ્હીના કૃષ્ણા નગર વિસ્તારમાં સ્થિત રાધાપુરી જૈન મંદિરમાં વહેલી પરોઢે આશરે ત્રણ વાગે તરૃણ સાગરજી મહારાજે અંતિમ શ્વાસ લીધા હતા.આજે તેમના મોડેથી અંતિમસંસ્કાર કરવામાં આવનાર છે. તરૃણ સાગરજી મહારાજના અવસાનની સાથે સાથે નીચે મુજબ છે.

   ક્રાન્તિકારી સંતના નામે લોકપ્રિય જૈન મુનિ તરૃણ સાગરજી મહારાજનુ સવારે અવસાન થતા કરોડો સમર્થકોમાં આઘાતનુ મોજુ

   કડવા પ્રવચનોના નામે તેઓ સમાજને સંદેશા આપતા હતા

   તેમના કડવા પ્રવચનો સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હતા

   જૈન મુનિ બનવા માટે માત્ર ૧૩ વર્ષની વયમાં ઘર છોડી દીધો હતો

   આઠમી માર્ચ ૧૯૮૧ના દિવસે તેમને ઘર છોડી દીધો હતો

   મુનિ તરૃણ સાગરજીએ ૨૦ વર્ષની વયમાં જ દિગમ્બર મુનિની દિક્ષા મેળવી લીધી હતી.

   કડવા પ્રવચનોના નામે તેમના કેટલાક પુસ્તકો પણ પ્રકાશિત કરવામાં આવી ચુક્યા છે.

   પૂર્વીય દિલ્હીના કૃષ્ણા નગર વિસ્તારમાં સ્થિત રાધાપુરી જૈન મંદિરમાં વહેલી પરોઢે આશરે ત્રણ વાગે તરૃણ સાગરજી મહારાજે અંતિમ શ્વાસ લીધા હતા

   આશરે ૨૦ દિવસ પહેલા જ તેમને સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આરોગ્યમાં કોઇ સુધારો ન થવાના કારણે તરૃણ સાગરજી મહારાજે તેમની સારવાર બંધ કરાવી લીધી હતી

   છેલ્લા કેટલાક દિવસથી તેઓ રાધાપુરી જૈન મંદિરમાં સંથારા કરી રહ્યા હતા. સંથારા જૈન ધર્મની એ પરંપરા છે જે હેઠળ સંતો મૃત્યુ સુધી અનાજ ત્યાગી દે છે

   મધ્યપ્રદેશમાં ૧૯૬૭માં તેમનો જન્મ થયો હતો. તરૃણ સાગરજીનુ વાસ્તવિક નામ પવન કુમાર જૈન હતુ

   મુનીશ્રીની ભલામણ પર સંઘના યુનિફોર્મમાંથી ચામડાનો બેલ્ટ દુર કરાયો હતો

   ૨૦૧૧માં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે મુનીને પોતાના વિજયાદશમીના કાર્યક્રમમાં બોલાવ્યા હતા ત્યારે મુનીએ ચામડાના બેલ્ટનો ઉપયોગ ન કરવા માટે કહ્યું હતું

   મુનીની વાત માનીને યુનિફોર્મમાંથી સંઘે ચામડાનો બેલ્ટ દુર કર્યો હતો અને હવે સ્વયં સેવક કેનવાસના બેલ્ટનો ઉપયોગ કરે છે

   સમાજના વિવિધ વર્ગને એકત્રિત કરવામાં તેમની ભૂમિકા હતી

   મધ્યપ્રદેશ અને હરિયાણા વિધાનસભામાં પ્રવચન આપ્યા હતા

(7:35 pm IST)