Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

હરિદ્વારમાં ઓટો રિક્ષામાં મુસાફરે હેલ્મેટ ન પહેર્યુ હોવાનું જણાવીને પોલીસે રિક્ષાચાલકને દંડ ફટકાર્યો

હરિદ્વારઃ પોલીસે એક ઓટો ચાલકને હેલ્મેટ વિના જવા પર દંડ ફટકાર્યો. ઓટો ચાલકે પાંચસો રૂપિયાનો દંડ પણ ભરી દીધો. તેના મેમોમાં કારણ આપવામાં આવ્યું હતું કે પાછળ બેઠેલા મુસાફરોએ હેલ્મેટ નહોતું પહેર્યું. તેને જોઈને પોલીસ અધિકારીઓએ ફરિયાદ કરી. જોકે પાછળથી જાણવા મળ્યું કે મેમોમાં ભૂલથી હેલ્મેટ લખી દીધું હતું. આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

હાલમાં પોલીસનું ફોકસ ટુ-વ્હીલર પર ડબલ સવારનું હેલ્મેટ ફરજિયાત કરવા પર છે. જગ્યા-જગ્યાએ પોલીસ ચેકિંગ કરીને દંડ ફટકારી રહી છે. ગુરવારે પોલીસે એક ઓટો ચાલકને રોક્યો. પોલીસે એક હજાર રૂપિયા દંડ આપવા માટે કહ્યું. ડ્રાઈવર બિટ્ટૂ પુત્ર ઈલમચંદએ થોડો દંડ ઓછો કરવા માટે કહ્યું. જેના પર પોલીસે તેને પાંચસો રૂપિયાનો દંડ કર્યો. પાંચસો રૂપિયા આપીને તેણે મેમો લીધો અને મુસાફરો લઈને જતો રહ્યો.

મુસાફરોએ બિટ્ટૂનો મેમો લઈને જોયું તો તેમાં દંડનું કારણ પાછળ બેઠેલા મુસાફરોએ હેલ્મેટ ન પહેર્યું હોવાનું બતાવાયું હતું. તેના પર મુસાફરોએ આ વાત બિટ્ટૂને જણાવી. આ બાદ તેમણે મેમોનો ફોટો પાડીને સોશિયલ મીડિયા પર નાખી દીધો. સાંજ સુધી આ મામલો ચર્ચામાં આવી ગયો અને પોલીસ અધિકારીઓને પણ તેની જાણકારી મળી.

તપાસમાં જાણવા મળ્યું કે મેમો ફાડનારા ટ્રાફિક પોલીસે પહેલાથી મેમો પર હેલ્મેટ વિના સવારી લખ્યું હતું. એસએસપી કૃષ્ણ કુમાર વીકેએ માન્યું કે ઉતાવળમાં પોલીસકર્મીથી ભૂલમાં આવું થયું. દંડ ઓટો ચાલકનો જ કાપવામાં આવ્યો છે. અને હેલ્મેટ ન પહેરવાના કારણે નહીં પરંતુ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવા માટે છે.

(5:15 pm IST)