Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ઉટીથી મેટ્ટુપલાયમ સુધીનો ૪૮ કિ.મી.નો રસ્‍તો કાપવા માટે નવદંપતિઅે રૂૂ.૨.પ લાખમાં હનીમુન માટે આખી ટ્રેન બુક કરી લીધી

ઊટીઃ દક્ષિણ રેલવેના સલેમ ડિવિઝને શુક્રવારથી પી પોતાની ચાર્ટર્ડ સર્વિસ શરુ કરી દીધી છે. જેના દ્વારા તમે નીલગિરિના પર્વતો પર પોતાની અલાયદી ટ્રેન લઈને ફરી શકો છો. યુકેથી ભારતના ઊટીમાં હનિમૂન પર આવેલ ગ્રેહામ વિલિયમ લિન અને સિલ્વિયા પ્લાસિક સેવાના પહેલા કપલ બન્યા છે જેમણે હનિમુન માટે ટ્રેન બુક કરી છે. જણાવી દઈએ કે તામિલનાડુની નીલગિરિ માઉન્ટેન રેલવેને યુનેસ્કોની હેરિટેજ સાઇટ્સમાં સામેલ કરવામાં આવી છે.

હનીમૂન પર આવેલ વિલિયમ અને સિલ્વિયાએ IRCTCના માધ્યમથી ટ્રેન બુક કરી હતી. ઊટીથી મેટ્ટૂપલાયમ સુધીના 48 કિમીનો રસ્તો કાપવા માટે કપલે ચાર્ટર ટ્રિપ માટે ટ્રેનને રુ. 2.5 લાખના ખર્ચે બુક કરી હતી. ત્રણ કોચવાળી ટ્રેનમાં જોકે 143 લોકોને બેસવાની સુવિધા છે જોકે કપલે ટ્રેનને ફક્ત પોતના બંને માટે બુક કરી લીધી હતી. સાડા પાંચ કલાકના પ્રવાસમાં ટ્રેન 13 જેટલી પર્વતીય ટનલમાંથી પસાર થાય છે.

શુક્રવારે સવારે મેટ્ટૂપલાયમ સ્ટેશનથી 9:10 વાગ્યે ઉપડેલી ટ્રેન બપોરે 2:20 વાગ્યે ઊટી પહોંચી હતી. જેમાં મેટ્ટૂપલાયમથી કુન્નૂર સુધી ટ્રેનને કોલસાના એન્જિનથી અને ત્યારબાદ ઊટી સુધી ડીઝલ એન્જિનથી ચલાવવામાં આવી હતી. કુન્નૂર અને ઉટી સ્ટેશન પર કપલનું ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું.

પહેલા 1997થી 2000 સુધી ચાર્ટર્ડ સર્વિસ ચલાવવામાં આવી હતી. જે બાદ 2002થી 2004 સુધી સ્પેશિયલ ચાર્ટર્ડ નાઇટ સર્વિસ પણ ચાલુ કરવામાં આવી હતી. જે બાદ હવે ફરી ટ્રેનના કોચ અને એન્જિનમાં ફેરફાર કરી નવા રંગરુપે સાથે સેવા શરુ કરવામાં આવી છે. રેલવેનું માનવું છે કે ચાર્ટર્ડ ટ્રેનના કારણે દુનિયાભરના પ્રવાસીઓમાં ઊટી તરફનું આકર્ષણ વધશે.

(4:47 pm IST)