Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

મહાદેવના દર્શન કરવા માટે મોદી સરકારની પરવાનગી જરૂરી

કોંગ્રેસે રાહુલ ગાંધીને શિવભકત તો ભાજપે ચાઇનીઝ ગાંધી ગણાવ્યા : મોદીની વધતી લોકપ્રિયતાથી ડાબેરીઓના પેટમાં તેલ રેડાયેલ : પત્રમાં લખ્યું છે કે બિહાર - પ.બંગાળની હાર પછી પણ ૧૫ રાજ્યોમાં ભાજપનું શાસન સ્થપાયું!

નવીદિલ્હી તા. ૧ : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની કૈલાશ માનસરોવર યાત્રાને લઇને રાજકીય વિવાદ છેડાઈ ગયો છે. ભાજપે ચીનના રસ્તે કૈલાશ માનસરોવર જઇ રહેલા રાહુલ ઉપર પ્રહાર કરીને એકબાજુ તેમને ચાઈનીઝ ગાંધી ગણાવ્યા છે. બીજી બાજુ કોંગ્રેસ તરફથી પણ વળતા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે રાહુલ ગાંધીને શિવ ભકત તરીકે ગણાવીને કહ્યું છે કે, મહાદેવના દર્શન માટે પણ હવે રાહુલને નરેન્દ્ર મોદીની મંજુરી લેવી પડશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરજેવાલાએ કહ્યું છે કે, ભોલેશંકર અને તેમના ભકતો વચ્ચે જે પણ આવે છે તે પાપ અને શ્રાપના ભાગીદાર બને છે.

રાહુલે ગઇકાલે કૈલાશ માનસરોવરની યાત્રા શરૂ કરી હતી. ભાજપના પ્રહાર બાદ કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ પણ વળતા આક્ષેપ કર્યા હતા. સુરજેવાલાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી દેશની પ્રગતિની કામના માટે ધાર્મિક યાત્રા ઉપર ગયા છે. શિવભકત રાહુલ અને ભોલેશંકરની આરાધનામાં કોઇ અન્ય આવી શકે તેમ નથી. ભાજપના લોકો કાવતરા ઘડી રહ્યા છે. દેશના ગર્વ માટે રાહુલ યાત્રા કરી રહ્યા છે.

ભાજપ દ્વારા રાહુલની ધાર્મિક યાત્રામાં પણ અડચણો ઉભી કરવામાં આવી રહી છે. મહાદેવની યાત્રા માટે પણ મોદીની મંજુરી લેવી પડશે તેવો પ્રશ્ન સુરજેવાલાએ કર્યો હતો. રાહુલે ચીનના કનેકશનના સંદર્ભમાં સુરજેવાલાએ કહ્યું હતું કે, જો આપના મનમાં ભકિત છે તો આને લઇને કોઇ પ્રશ્ન હોવા જોઇએ નહીં.(૨૧.૬)

 

(3:33 pm IST)