Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

સમાજવાદી પાર્ટીની અજબ બલિહારી, ૪૩,૦૦૦ મડદાઓ લે છે પેન્શનનો લાભ

જિલ્લામાં ગેરરીત જણાઇઃ કરોડોનો ગોટાળો સામે આવ્યો

નવીદિલ્હી, તા. ૧: ઉત્ત્।ર પ્રદેશમાં અખિલેશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પેન્શન યોજનામાં કરોડોનો ગોટાળો કરવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એક અહેવાલ મુજબ આ યોજના હેઠળ મૃત્યુ પામેલાં ૪૩,૦૦૦ લોકોને પેન્શન આપવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. પેન્શનની આ ચૂકવાયેલી રકમ કરોડોમાં થવા જાય છે. રાજય સરકારે યુપી વિધાનસભામાં શુક્રવારે આ માહિતી આપી હતી. એસપી ધારાસભ્ય નરેન્દ્ર વર્માએ સરકારને પ્રશ્ન પૂછયો હતો કે સત્ત્।ારૂઢ ભાજપ સરકાર દ્વારા પેન્શન સ્કીમ ચાલુ રાખવામાં આવી છે કે બંધ કરાઈ છે. જવાબમાં યુપીના સમાજકલ્યાણપ્રધાન રમાપતિ શાસ્ત્રીએ કહ્યું હતું કે અગાઉની સપા સરકાર દ્વારા અમલી કરાયેલી આ યોજનામાં અનેક ગેરરીતિઓ જણાઈ આવતાં હાલ આ સ્કીમ સ્થગિત કરાઈ છે.

ગરીબ લોકોને દર મહિને રૂ. ૫૦૦નુ પેન્શન

આ સ્કીમમાં કુલ ૫૦ લાખથી વધુ લાભાર્થીઓ હતા, જેમાંથી આશરે ૪ લાખ યોગ્યતા નહીં ધરાવતાં લોકોને તેમજ મૃત્યુ પામેલાં ૪૩,૦૦૦ લોકોને પેન્શન ચૂકવાતું હતું. ૨૦૧૨જ્રાક્નત્ન યુપીમાં સત્ત્।ા પર આવ્યા પહેલાં સપા સરકારે લોકોના મત મેળવવા આ સ્કીમ શરૂ કરવાનું વચન આપ્યું હતું. આમાં જે ગરીબ વ્યકિત કોઈ આવક ધરાવતી ન હોય તેને દર મહિને રૂ. ૫૦૦ આપવાની જોગવાઈ હતી, જેમાં દર વર્ષે રૂ. ૫૦દ્ગટ વધારો કરીને દર મહિને મહત્ત્।મ રૂ. ૭૫૦ સુધીની રકમ આપવાની જોગવાઈ કરાઈ હતી.

૬૨ જિલ્લામાં ગેરરીતિ જણાઈ

કુલ ૫૦ લાખ લાભાર્થીઓમાં ૨૨ લાખ ઓબીસીના, ૧૦ લાખ મુસ્લિમો, ૧૫ લાખ દલિતો અને ૪ લાખ સવર્ણો હતાં. ૬૨ જિલ્લામાં ગેરરીતિઓ આચરવામાં આવી હતી. હજી ૧૩ જિલ્લામાં તપાસ કરવાની બાકી છે.(૨૨.૧૧)

 

(3:28 pm IST)