Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

વિપક્ષી એકતાના બહાને પોતાના પક્ષને મજબૂત કરવાના પ્રયત્નો કરતી કોંગ્રેસઃ પવારને વડાપ્રધાન બનાવશે !

કર્ણાટકમાં જ્યારે કોંગ્રેસ અને જનતા દળના ગઠબંધનથી બનેલી સરકારના શપથગ્રહણ સમારોહમાં વિપક્ષી એકતા જોવા મળી હતી. જો રાજનીતિ નજરથી જોવામાં આવે તો આ ઘટનાઓનું પ્રતિકાત્મક મહત્વ છે. વિપક્ષ વચ્ચે સૌથી મોટો પડકાર વડાપ્રધાન પદનો દાવેદાર ઘોષિત કરવાનો છે કારણ કે રાહુલ ગાંધીના નામ પર મમતા બેનર્જી, માયાવતી, અખિલેશ અને ચંદ્રબાબુ સહમત નથી. આવનારા કેટલાક દિવસોમાં ચૂંટણીની તસ્વીર સ્પષ્ટ દેખાશે. એવામાં ક્ષેત્રીય દળોને ખોલીને મોદી સરકાર વિરૂદ્ધ જવાથી થતા નફા-નુકશાન અંગે માહિતી મેળવવાની છે. આ બધાની વચ્ચે મહાગઠબંધનના વડાપ્રધાન પદ સ્વઘોષિત દાવેદારોમાં મમતા બેનર્જી અને માયાવતીનું નામ છે. તેને જવાબ આપવા માટે કોંગ્રેસે શરદ પવારનું નામ આગળ કરી દીધું છે કોંગ્રેસની સાથે મળવાથી પવાર ખુદને લાઇનમાં રહેવાના પ્રયત્નોમાં લાગી છે.

 

(3:28 pm IST)