Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

મોંઘવારી ભુક્કા બોલાવશે :શાકભાજી અને ફળોના ભાવમાં 15 ટકાનો થશે વધારો :એફએમસીજીની કિંમત ઊંચકાશે

ટ્રકોના ભાડામાં વધુ ચાર ટકાના વધારાની સંભાવના

નવી દિલ્હી :ઈંધણની વધતી કિંમતોની અસર થોડાક સમયગાળામાં જ રોજબરોજની જીવનજરૂરિયાતની વસ્તુઓની મોંઘવારી સ્વરૂપે સામે જોવા મળશે. વિશ્લેષકોનું કહેવું છે કે ડીઝલની કિંમત વધવાની અસર માલસામાનના પરિવહનની કિંમતો પર પડી રહી છે. તેના કારણે શાકભાજી અને ફળોના ભાવમાં દશથી પંદર ટકાના વધારાની શક્યતા છે. જ્યારે ફાસ્ટ મુવિંગ કસ્ટમર ગુડ્સની કિંમતોમાં પાંચ ટકા સુધીનો વધારો થવાની સંભાવના છે.

 પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ કામ કરી રહેલા પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના આંકડા પ્રમાણે દિલ્હીમાં એક ઓગસ્ટ-2018ના રોજ ડીઝલની કિંમત 67.82 રૂપિયા હતી અને પેટ્રોલની કિંમત 76.31 રૂપિયા હતી. જ્યારે 31 ઓગસ્ટ-2018ના રોજ પેટ્રોલની કિંમત 78.52 રૂપિયા અને ડીઝલની કિંમત 70.21 રૂપિયા પ્રતિલિટરે પહોંચી હતી. ઓગસ્ટમાં દિલ્હીમાં ડીઝલની કિંમતમાં 2.39 રૂપિયા અને પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 2.21 રૂપિયાનો વધારો થયો છે. જાણકારો મુજબ, માલસામાનને લાવવા-લઈ જવાનું કામ કરતી ટ્રકોના ભાડામાં વધુ ચાર ટકાના વધારાની સંભાવના તોળાઈ રહી છે.

(2:07 pm IST)