Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

જૈન મુનિ તરૂણ સાગર મહારાજ કાળધર્મ પામ્યાઃ બપોરે ૩ કલાકે અંતિમ વિધિ

જૈન મુનિ તેમના ''કડવે વચનો'' માટે ખુબ જ જાણીતા હતા

 જૈન મુનિ અને રાષ્ટ્રીય સંત તરૂણ સાગર મહારાજનુ ં ૫૧ વર્ષની વયે કાળઘર્મ પામ્યાં છે. તેમનું નિધન આજે સવારે ૩.૩૦ કલાકે થયુ ં છે. આજે બપોરે ૩ કલાકે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.

 છેલ્લા ૨૦ દિવસથી તેઓ કમળાની બીમારીથી પીડાતા હતાં. તેમને જેના કારણે હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા  હતાં. જૈન મુનિ તેમના ''કડવે વચનો'' માટે ખુબ જ જાણીતા હતા ં.

 તરૂણ સાગરે છત્ત્।ીસગઢમાં દીક્ષા ગ્રહણ કરી હતી. તેમનુ ં મૂળ નામ પવન કુમાર જૈન હતુ. તેમનો જન્મ મધ્યપ્રદેશના દમોહમાં ૨૬ જૂન ૧૯૬૭માં થયો હતો. તેમની માતાનું નામ શાંતિબાઈ અને પિતાનું નામ પ્રતાપચંદ્ર જૈન હતુ. જયાર બાદ તેમણે ૮ માર્ચ ૧૯૮૧માં ઘરનો ત્યાગ કર્યો હતો અને ત્યાર બાદ તેમણે છત્ત્।ીસગઢમાં દિક્ષાગ્રહણ કરી હતી.

 તેમને ૨૦ દિવસથી મેકસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં ત્યા ંના ડોકટરોએ જણાવ્યું હતું કે, તેમની તબીયતમાં સુધારો આવતો નથી. મુનિશ્રીની સારસ ંભાળ રાખનાર બ્રહ્મચારી સતીશજીના જણાવ્યા મુજબ મુનિશ્રીએ હવે ઉપચાર કરાવવાની ના પાડી દીધી હતી. અને તેઓ તેમના અનુયાયીઓ સાથે દિલ્હી સ્થિત રાધાપુરી જૈન દેરાસર ચાતુર્માસ સ્થળે પરત આવી ગયા હતાં.

  દિલ્હી જૈન સમાજના અધ્યક્ષ ચક્રેશ જૈને જણાવ્યુ ં હતુ કે મુનિશ્રી તરૂણ સાગરજી મ.સા.એ પોતાના ગુરૂ પુષ્પદંત સાગરની આજ્ઞા બાદ સંલેખના કરી રહ્યા હતાં. જયારે પૂ.પુષ્પદંત મ.સા.એ પણ એક વીડિયો જાહેર કરી જણાવેલ કે પૂ.તરૂણ સાગરજીની હાલત ગ ંભીર છે. ગુરૂદેવે આ અંગે એક પત્ર પણ લખ્યો હતો. જેમા ં મુનિ સૌરભ સાગર અને મુનિ અરૂણ સાગરને દિલ્હી પહો ંચી સમાધીમાં સહયોગ આપવા જણાવ્યું હતું (૪૦.૨)

(11:51 am IST)