Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ડોનાલ્ડ ટ્રમ્પની WTOને ધમકી: વલણ નહીં બદલો તો અમેરિકા થશે સંગઠનની બહાર

ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ વેપાર સંગઠન (World trade organization - WTO)ને ધમકી આપી છે કે જો તેઓએ અમેરિકા સાથે પોતાનું વર્તન ના બદલ્યું તો અમેરિકા સંગઠનમાંથી બહાર થઇ જશે. ટ્રમ્પે આ વાત ઓવલ ઓફિસમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન કહી હતી

   તેઓએ એમ પણ કહ્યું કે, વિશ્વ વેપાર સંગઠન સાથે અમેરિકાએ અત્યાર સુધીની સૌથી ખરાબ ડીલ કરી છે. આથી વૈશ્વિક બજારમાં ગભરાટનું વાતાવરણ જોવા મળ્યું છે.

(12:00 am IST)