Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

બેંકો માત્ર બે દિવસ બંધ રહેશે :છ દિવસ કામકાજ નહીં થાય એ વાતો અફવા છે :સરકારની સ્પષ્ટતા

2જીએ રવિવાર અને 8મીએ શનિવારે બેન્ક બંધ :બાકીના દિવસોમાં કામકાજ ચાલુ

 

નવી દિલ્હી :સોશ્યલ મીડિયામાં સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં વિભિન્ન કારણોથી બેંકોમાં દિવસ કામકાજ નહીં થાય એવી અફવાને ધ્યાને લઈને આજે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં માત્ર 2જી સપ્ટેમ્બરે રવિવાર અને 8મી સપ્ટેમ્બરે બીજા શનિવાર નિમિતે બેંકો બંધ રહેશે બાકીના તમામ દિવસોમાં બેન્કિંગ કાર્યવાહી રાબેતા મુજબ રહેશે

   બેંકો સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં દિવસ બંધ રહેશે તેવી અફવાને કાને નહીં ધરવા જણાવાયું છે 3જી સપ્ટેમ્બરે માત્ર કેટલાક રાજ્યોમાં 1881ના નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટટસ એક્ટ હેઠલ રજા રહેશે સમગ્ર દેશમાં નહીં

(12:00 am IST)