Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

અમેરિકામાં 'હિન્દુ સ્વયંસેવક સંધ' ના ઉપક્રમે રક્ષાબંધન તહેવારની અનોખી ઉજવણી: કેરિટોસ કેલિફોર્નિયાની અભિમન્યુ શાખાના સ્વયંસેવકોએ ફાયર ફાઇટર સ્ટેશનના જવાનોને રાખડી બાંધી સમાજ માટેના તેમના યોગદાનને બિરદાવ્યું

કેલિફોર્નિયા ઃ  અમેરિકા '' હિન્દુ સ્વયંસેવક સંઘ'' HSS  ની  કેરિટોસ કેલિફોર્નિયાની અભિમન્યુ શાખાએ રક્ષાબંધન તહેવાર ઉજવયો હતો. આ તહેવાર તેઓએ કેરિટોસના ફાયર ફાઇટર સ્ટેશનના જવાનો સાથે ઉજવયો હતો.

આ તકે ના HSS ડો. અમિત દેસાઇએ  રક્ષાબંધનનો અર્થ તથા તેનું મહત્વ સમજાવ્યું હતુ. તથા અભિમન્યુ શાખાના સ્વયંસેવકોનો પરિચય આપ્યો હતો. તેમજ રક્ષાબંધન તહેવારનો હેતુ ભાઇચારાની ભાવના વિકસાવી પરસ્પરનું રક્ષણ કરવાનો છે તેમ જણાવ્યું હતુ. HSS  ના સ્વયંસેવકો તથા સ્વયંસેવિકાઓએ ફાયર ફાઇટર જવાનોને રાખડી બાંધી હતી. તથા સમાજ માટે તેમની કામગીરીને બિરદાવી હતી.

ઉજવણી પ્રસંગે કેરિટોસના વચગાળાના મેયર ઇન્ડિયન અમેરિકન શ્રી નરેશ સોલંકી તથા અમુક ભાજપ અગ્રણીઓ હાજર રહ્યા હતા.

 

(9:02 am IST)