Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

દુશ્મન ક્યાંય પણ છુપાઈ નહી શકે : ઈસરો સૌથી શાનદાર જીયો સેટેલાઈટ લોન્ચ કરશે

આકાશમાંથી દુશ્મન પર રહેશે ચાંપતી નજર: હોનારતો સામે પણ દેશને કરશે એલર્ટ

નવી દિલ્હી :  ભારતીય અવકાશ સંસ્થા ISRO વહેલી તકે એવો સેટેલાઈટ લોન્ચ કરવા જઈ રહી છે કે જેની નજરોથી દુશ્મન ક્યાંય પણ છુપાઈ નહી શકે.ISRO તરફથી લોન્ચ થનારો આ સેટેલાઈટ ભારતની સરહદ સુરક્ષા માટે એક મોટું પગલું છે. આમ તો ભારતની નજર હંમેશા દુશ્મનોની તમામ હરકતો પર મંડાયેલી રહે છ પરંતુ હવે દુશ્મનોની નાનામાં નાની હરકત છુપાવી નહીં શકે.. કારણ કે ભારતની અવકાશ સંસ્થા ઈસરો એક સૌથી શાનદાર જીયો સેટેલાઈટ લોન્ચ કરવા જઈ રહી છે.. જેની નજરથી દુશ્મન બચી નહીં શકે.

   જાણકારી પ્રમાણે ઈસરો ચાલુ વર્ષે ત્રીજા ત્રિમાસીક ગાળામાં આ સેટેલાઇટને લોન્ચ કરવાની તૈયારીમાં છે.. આ જિયો ઇમેજિંગ સેટેલાઈટનું નામ છે EOS-3. આ એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છે.. જે માત્ર ભરતની ધરતી અને તેની સરહદો પર અવકાશમાંથી ઝીણવટભરી નજર રાખશે.. એટલું જ નહીં આ સેટેલાઈટ કુદરતી આફતો કે અન્ય હોનારતો સામે પણ દેશને એલર્ટ કરવામાં મદદરૂપ સાબિત થઈ શકશે.

તાજેતરમાં જ સાયન્સ એન્ટ ટેકનોલોજી મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન ડો.જિતેન્દ્ર સિંહે જણાવ્યુ હતુ કે જિયો-ઈમેજિંગ ઉપગ્રહ EOS-3 ત્રીજા ત્રિમાસીક ગાળામાં લોન્ચ થવાની સંભાવના છે.. તેમણે એમ પણ જણાવ્યું હતુ કે ઉપગ્રહ પૂર અને વાવાઝોડા જેવી કુદરતી આફતોના ઉપર વોચ રાખવામાં મદદ કરશે. સૂત્રોનું માનીએ તો આ સેટેલાઈટનું લોન્ચિંગ ઓગષ્ટના મધ્યમાં થઈ શકે છે.. ઈઓએસ-થ્રીનું લોન્ચિંગ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેથી કરાશે.. લોન્ચિંગ માટે GSLV-MK2 રોકેટનો ઉપયોગ કરાશે.

 

(11:46 pm IST)