Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

જીએસટી કલેક્શનમાં ૩૩ ટકાનો મોટો ઉછાળો આવ્યો

જુલાઈ મહિનામાં બમ્પર રકમ વસૂલવામાં આવી : જુલાઈ મહિનામાં સરકારી ખજાનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સથી ૧ લાખ ૧૬ હજાર ૩૯૩ કરોડ રૂપિયા આવ્યા

નવી દિલ્હી, તા.૧ : GST કલેક્શનના અંતર્ગત જુલાઈ મહિનામાં બમ્પર રકમ વસૂલવામાં આવી છે. આ મહિનામાં સરકારી ખજાનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સથી ૧ લાખ ૧૬ હજાર ૩૯૩ કરોડ આવ્યા છે. તમને જણાવી દઇએ કે, ૨૦૨૦ ની સરખામણીએ તેમાં ૩૩ ટકાનો વધારો થયો છે. જુલાઈ ૨૦૨૦ માં જીએસટી કલેક્શન ૮૭,૪૨૨ કરોડ રૂપિયા હતું. તેમાં ઝ્રય્જી્ ૧૬,૧૪૭ કરોડ, SGST ૨૧,૪૧૮ કરોડ અને IGST ૪૨,૫૯૨ કરોડ રૂપિયા હતું.

ઉલ્લેખનીય છે કે, જુલાઈ ૨૦૨૦માં GST કલેક્શન ૮૭,૪૨૨ કરોડ રૂપિયા હતું. પરંતુ ૩૩ ટકા વધારા સાથે ૨૦૨૧ નું જીએસટી કલેક્શનમાં સ્ટેટ જીએસટી ૨૮૫૪૧ કરોડ, સેન્ટ્રલ જીએસટી ૨૨૧૯૭ કરોડ અને IGST ૫૭૮૬૪ કરોડ છે. તમને જણાવી દઇએ કે, IGST માં ૨૭,૯૦૦ કરોડ ઇન્પોર્ટ આવ્યા છે. જ્યારે સેસથી ૭,૭૭૯ કરોડ રૂપિયા આવ્યા જેમાં ૮૧૫ કરોડ રૂપિયા ઇન્પોર્ટેડ ગુડ્સ પર લાગતા સેસથી આવ્યા છે. જીએસટીનું આ કલેક્શન ૧ જુલાઈથી ૩૧ જુલાઈની વચ્ચે GSTR-3B ફાઇલિંગ દ્વારા થયું છે. આ ઉપરાંત તે દરમિયાન ઇન્પોર્ટેડ ગુડ્સ પર વસુલવામાં આવેલા IGST અને સેસને પણ તેમાં સામેલ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સતત આઠ મહિના સુધી જીએસટી કલેકશન એક લાખ કરોડને પાર કરવાની સાથે જૂન મહિનામાં ૯૨,૮૪૯ કરોડની સાથે જ આ એક લાખ કરોડથી નીચે આવ્યું હતું. તેમાં CGST થી ૧૬૬,૪૨૪ કરોડ, SGST થી ૨૦,૩૯૭ કરોડ અને IGST થી ૪૯,૦૭૯ કરોડ આવ્યા હતા.

જુનમાં જીએસટી કલેક્શનમાં ઘટાડો આવ્યો હતો કેમ કે, એપ્રિલ-મે માં દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો હતો. આ કારણથી લોકલ સ્તર પર લગભગ સમગ્ર દેશમાં લોકડાઉન લાગ્યું હતું. જુલાઈમાં કોરોનાથી રાહત મળતા જ જીએસટી કલેક્શન પણ વધ્યું છે. તેથી સ્પષ્ટ થાય છે કે ઇકોનોમીમાં ફરીથી ગતિ આવી છે.

(7:29 pm IST)