Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

મુંબઈના મટકાકીંગ જીજ્ઞેશ ઠક્કર ઉર્ફે મુન્યાનું ફાયરિંગમાં મોત

અજાણ્યા શખ્સો દ્વારા કલ્યાણ સ્ટેશન પાસે ફાયરિંગ : મટકા કિંગ જીગ્નેશ ઠક્કરને 4 ગોળીઓ વાગી

મુંબઈના કલ્યાણ વિસ્તારમાં ગત રાત્રીએ મટકા કિંગ જિગ્નેશ ઠક્કર ઉર્ફે મુન્યાની હત્યા કરી દેવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ કલ્યાણ સ્ટેશન પાસે ફાયરિંગ કરીને જિગ્નેશ ઠક્કરને મોતને ઘાટ ઉતારી દીધો છે

શુક્રવારે રાત્રે થયેલ ફાયરિંગમાં મટકા કિંગ જીગ્નેશ ઠક્કરને 4 ગોળીઓ વાગી હતી. ઘટનાની જાણકારી મળતા કલ્યાણની મહાત્મા ફૂલે પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જીગ્નેશને તાત્કાલિક ફોર્ટિસ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

  જીગ્નેશ ઠક્કરની મટકા કિંગ તરીકે જાણીતો હતો. જેનો કલ્યાણ, ઉલ્લાસનગર અને થાણેના ઘણા વિસ્તારોમાં જુગાર અને રમી ક્લબનો વેપલો ચલાવતો હતો.  સૂત્રોના જણાવ્યા અનુસાર તે ક્રિકેટ મેચ પર પણ સટ્ટો લગાવવામાં પણ જીગ્નેશ આગળ રહેતો હતો.

(11:15 pm IST)