Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

ઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર

પૂજ્ય મોરારીબાપુના દ્વારકામાં થોડા સમય પૂર્વે થયેલા અપમાન બાબતે ઓખામાં દિપક ચેતરીયા નામના આહીર ભાઈ કાળા વાવટા ફરકાવવાના છે તેવી ભારે ચર્ચા: રાજ્ય સરકાર વતી ટોચના બે પદાધિકારીઓ ખાસ મિશન ઉપર દ્વારકા-ઓખા દોડી આવ્યાની અને મોડી રાત્રે બેઠકો યોજવા તજવીજ ચાલી રહ્યાની પણ ચર્ચા.. જોગાનુજોગ આજે ભાજપના વરીષ્ઠો પૂનમબેન, ભુપેન્દ્રસિંહજી અને ભરતભાઇ, પણ દ્વારકા-ઓખા પંથકમાં ધાર્મિક પ્રવાસે આવ્યા છે. સત્તાવાર વિગતો મેળવવા પ્રયાસો ચાલુ. શ્રી પબુભાને મનાવવા અને સમાધાન માટે તખ્તો ગોઠવવા પ્રયાસો ચાલુ હોવાની ચર્ચા છે .
 

(11:00 pm IST)
  • લોકડાઉનથી આર્થિક સંકટ ઉભું થયું છે અને કેન્દ્રની આવકમાં પણ ઘટાડો થયો છે : કોરોના સાથે જીવન જીવતા શીખવું પડશે : લાંબા સમય સુધી લોકડાઉન યોગ્ય નથી : ગડકરી access_time 2:24 pm IST

  • રવિ-સોમવારે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી:આગામી 2 દિવસ પછી રાજ્યમાં વરસાદનું જોર વધશે:5 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે: જેનાથી 5,6,7 ઓગસ્ટે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી access_time 9:21 pm IST

  • કાલે વિજયભાઈના અધ્યક્ષસ્થાને વન મહોત્સવ ઉજવણીની બેઠક : ૭૧માં રાજયકક્ષાના વનમહોત્સવની ઉજવણી અંતર્ગત રાજકોટના આજી ડેમ વિસ્તાર ખાતે અર્બન ફોરેસ્ટ અને સાંસ્કૃતિક વન નિર્માણ કાર્યક્રમ આવતીકાલે તા. ૨ના રવિવારે સવારે ૧૦:૩૦ વાગ્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમ યોજાશે : જેમાં ૫૦ જેટલા પદાધિકારીઓ - અધિકારીઓ સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે હાજર રહેશે access_time 12:54 pm IST