Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

હવે નેપાળ પોતાના નવા નકશાને UN અને ગુગલને મોકલશે : ત્રણ ભારતીય વિસ્તારો ઉપર કર્યો છે દાવો

ભારતના લીપુલેખ, કાલાપાની અને લિમ્પીયાધુરા વિસ્તારો પર નેપાળે દાવો કર્યો

નવી,દિલ્હી : નેપાળ આ મહિનાના મધ્ય સુધીમાં દેશનો નવો નકશો ભારત, સંયુક્ત રાષ્ટ્ર, ગૂગલ અને અન્ય આંતરરાષ્ટ્રીય સમુદાયોને મોકલશે. નેપાળનાં ભૂમિ મામલાના પ્રધાન પદ્મા એરિયલે ન્યુઝ એજન્સી એએનઆઈને આ વાત કહી હતી. નેપાળના નવા નકશામાં ભારતની સરહદે આવેલા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ લીપુલેખ, કાલાપાની અને લિમ્પીયાધુરા વિસ્તારો પર પોતાનો દાવો કર્યો છે.

ભારતનો સખત વિરોધ હોવા છતાં નેપાળની સંસદે ગત 18 જૂને બંધારણમાં સુધારો કરીને નવા રાજકીય નકશાને અપડેટ કરવા માટે, જેમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ભારતના ત્રણ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. નેપાળના નકશામાં પરિવર્તન અને નેપાળી સંસદના નીચલા ગૃહમાં કેટલાક ભારતીય પ્રદેશોના સમાવેશને લગતા બંધારણ સુધારણા બિલ પસાર થવા પર ભારતે 13 જૂને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ કૃત્રિમ વિસ્તરણ પુરાવા અને ઐતિહાસિક તથ્યોના પર આધારિત નથી અને "માન્ય" પણ નથી.

ભારતે નવેમ્બર 2019માં એક નવો નકશો બહાર પાડ્યો હતો, ત્યારબાદ લગભગ છ મહિના પછી નેપાળે આ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ક્ષેત્રો પર પોતાનો દાવો રજૂ કરતાં આ વર્ષે મે મહિનામાં દેશનો સુધારેલો રાજકીય અને વહીવટી નકશો બહાર પાડ્યો. બંધારણ સુધારણા બિલ નેપાળી સંસદના ઉપલા ગૃહ નેશનલ એસેમ્બલી દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. આ પછી નકશાને નેપાળના રાષ્ટ્રીય પ્રતીકમાં બદલવાનો માર્ગ સાફ થઈ ગયો હતો

(9:40 pm IST)
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો રવિવારે 64મો જન્મ દિવસ પ્રજાલક્ષી કાર્યોને કરશે સમર્પિત:સુરતમાં કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલની લેશે મુલાકાત.:રાજકોટમાં રૂ.100 કરોડની લોન સહાયના ચેકનું સામાન્ય કારીગર-લોકોને ગાંધીનગરથી વર્ચ્યુઅલ ચેક વિતરણ કરાશે. access_time 10:25 pm IST

  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : એક જ દિવસમાં સૌથી વધુ 57,212 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 16,96,780 કેસ થયા :5,64,156 એક્ટિવ કેસ :કુલ 10.95,647 દર્દીઓ રિકવર થયા :વધુ 764 લોકોના મોત :મૃત્યુઆંક 36,551 થયો : છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં નવા 10,320 કેસ : તામિલનાડુમાં 5864 કેસ :દિલ્હીમાં 1195 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 10.167 કેસ: કર્ણાટકમાં નવા 5483 કેસ :ઉત્તર પ્રદેશમાં 4422 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2496 કેસ :બિહારમાં 2986 નવા કેસ, તેલંગાણામાં 1986 કેસ,રાજસ્થાનમાં 1147 કેસ અને આસામમાં 1862 નવા કેસ અને ઓરિસ્સામાં 1499 કેસ નોંધાયા access_time 12:46 am IST

  • રવિ-સોમવારે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી:આગામી 2 દિવસ પછી રાજ્યમાં વરસાદનું જોર વધશે:5 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે: જેનાથી 5,6,7 ઓગસ્ટે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી access_time 9:21 pm IST