Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

પ્લેન દુર્ઘટનામાં એસેમ્બલી સભ્ય સહિત ૭ જણાનાં મોત

અલાસ્કામાં બે પ્લેન અથડાયાં

અલાસ્કા, તા.૧ : અમેરિકામાં એક હવાઈ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા છે. ઘટના અલાસ્કાના સોલડોન્ટા શહેરથી અમુક કિલોમીટર દૂર થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બે નાના વિમાન હવામાં અથડાયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના એક સ્ટેટ એસેમ્બલી સભ્ય ગૈરી નોપ પણ સામેલ છે. ન્યૂયોર્ક ટાઈમ્સે સ્થાનીક અધિકારીઓ દ્વારા જણાવ્યું છે કે- બંને એરક્રાફ્ટ સિંગલ એન્જિન વાળા હતા. તેમાંથી એક હેવીલેન્ડેડ ડીએસસી-૨ બીવર અને બીજું પાઈપર-પી ૧૨ હતું. બંને વિમાનોએ સોલડોન્ટા એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. એંકોરેડ શહેરથી નજીર ૧૫૦ માઈલ દૂર હવામાં તે એકબીજા સાથે અથડાયા હતા. આ દુર્ઘટના કેવી રીતે થઈ તે વિશે તપાસ ચાલી રહી છે. હજી સુધી તે ખુલાસો નથી થયો કે કોની ભૂલના કારણે આ દુર્ઘટના થઈ છે. તેનું કારણ એ છે કે, દુર્ઘટના એરપોર્ટથી ઘણી દૂરની જગ્યાએ થઈ છે. તે વખતે વાતાવરણ પણ એકદમ ચોખ્ખુ હતું. બંને વિમાનની ઉડાન ભરવાના સમયમાં પણ ઘણું અંતર હતું. ઘટના સમયે વિઝિબિલિટી પણ ૧૦ કિમી કરતા વધારે હતી. આ વિસ્તારમાં પાયલટ પણ એક જ ફ્રિકવન્સીનો ઉપયોગ કરતા હોય છે. એ પણ માનવું ખૂબ મુશ્કેલ છે કે, બંને પાયલટની છ્ઝ્ર દ્વારા વાતચીત નહીં થઈ હોય. જોકે હાલ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, તેઓ પ્રાથમિક તપાસ પછી જ કોઈ નિવેદન આપશે.

(7:52 pm IST)