Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

અયોધ્યામાં રામમંદિર ભુમીપુજન પ્રસંગની તૈયારીમાં વ્યસ્ત યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ : ભગવા હિન્દુત્વની છબી રૂપે ઉભરી રહ્યા હોવાની ચર્ચા : 2022 ની સાલની વિધાનસભાની ચૂંટણી પ્રસંગે હિન્દૂ મતોના ધ્રુવીકરણ માટે રામમંદિર અને યોગી આદિત્યનાથ મહત્વનું પરિબળ બની રહેશે

લખનૌ : અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ થનારા રામમંદિરના ભૂમિ પૂજન માટેની તૈયારીઓમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખુદ તૈયારીમાં લાગી ગયા છે.યુ.પી.માં થઇ રહેલી ચર્ચાઓ મુજબ તેઓ ભગવા હિન્દુત્વની છબી રૂપે ઉભરી રહ્યાછે.જે બાબત 2022 ની સાલની વિધાનસભાની ચૂંટણી પ્રસંગે હિન્દૂ મતોના ધ્રુવીકરણ માટે મહત્વનું પરિબળ બની રહેશે .
2020 ની સાલમાં મંદિરના નિર્માણ માટે શરૂ થઇ રહેલું કાર્ય 2023 ની સાલમાં પૂરું થશે જે દરમિયાન 2022 ની સાલમાં ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓમાં યોગી આદિત્યનાથ તથા રામમંદિર હિન્દૂ મતોના ધ્રુવીકરણમાં મહત્વનું અંગ બની રહેશે તેવી ચર્ચા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:36 pm IST)