Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

હોસ્પીટાલીટી સેકટરને મોરેટોરિયમમાં મળશે રાહત

કોરોના કાળમાં સેકટરની કેડ ભાંગી ગઇ છે

નવી દિલ્હી,તા.૧ : નાણા, પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે કોવિડ-૧૯ મહામારીના કારણે સંકટમાંથી પસાર થઇ રહેલા હોસ્પીટાલીટી ક્ષેત્ર માટે લોનના ચુકવણા પર મોરેટોરિયમની મુદત વધારવા પર વિચાર કરાઇ રહ્યો છે. નાણામંત્રાલય તેના માટે રિર્ઝવ બેંક સાથે ચર્ચા કરી રહ્યું છે.

ભારતીય ઉદ્યોગ અને વાણીજ્ય મહાસંઘ (ફીક્કી)ના સભ્યો સાથે વાતચીતમાં નાણા પ્રધાને ફરીથી કહ્યું કે હોસ્પીટાલીટી સહિત સમસ્ત ઉદ્યોગ માટે લોનની પુર્નરચના પર રિઝર્વ બેંક સાથે વાતચીત ચાલી રહી છે. અથવા લોન પુનર્ગઠની જરૂર છે. અમે રિર્ઝર્વ બેંક સાથે મળીને તેના પર કામ કરી રહ્યા છીએ.

સેન્ટ્રલ બેંક લોનની ચુકવણીમાં છુટની મુદત ૩૧ ઓગષ્ટ સુધી લંબાવી ચૂકી છે. પણ હોસ્પીટાલીટી સેકટર તેમાં હજુ પણ વધારો કરવાની માંગણી કરી રહ્યું છે. જેથી તેને  પાટા પર લાવવામાં મદદ મળે. હોટલ એસોશીએશન ઓફ ઇન્ડીયા (એચએઆઇ) એ કહ્યુ છે કે આ મહામારીના કારણે પ્રવાસન અને હોસ્પીટાલીટી સેકટરમાં માંગ ૯૦ ટકાથી વધારે ઘટી ગઇ છે. આ સેકટરમાં લગભગ ૪.૫ કરોડ લોકોને રોજગારી મળે છે. એટલે મોરેટોરીયમ વધારવાની જરૂર છે. તેણે વ્યાજદરોમા પણ તબક્કાવાર ઘટાડવાની માંગણી કરી છે.

તો બેંકો મોરેટોરીયમની મુદત વધારવાની સામે છે. એચડીએફસી લીમીટેડના ચેરમેન દીપક પારેખે રિઝર્વ બેંકના ગર્વનરે ગત દિવસોમાં અનુરોધ કર્યો કે મોરેટોરીયમ ન વધારવામાં આવે. તેમણે કહ્યું કે લોન ચુકવવાની ત્રેવડવાળી ઘણી કંપનીઓ આ રાહતનો ફાયદો ઉઠાવી રહી છે. જેની નાંણાકીય ક્ષેત્ર પર ખરાબ અસર થઇ છે.

(3:56 pm IST)