Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

વિશ્વમાં કોરોના કુલ કેસ ૧.૭૭ કરોડને પાર

બ્રાઝીલમાં ૨૪ કલાકમાં ૫૨ હજારથી વધુ કેસ નોંધાયા : પેરૂમાં ૩૧ ઓગસ્ટ સુધી ઇમરજન્સી

વોશિંગ્ટન તા. ૧ : વિશ્વમાં ૧.૭૭ કરોડથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમજ ૧૧,૧૬૧,૫૨૦ લોકો સ્વસ્થ થયા છે અને ૬,૮૨,૯૯૯ના મોત થયા છે. યુકેના વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું કે, દેશમાં હાલમાં પ્રતિબંધોમાં રાહત આપવામાં આવશે નહિ. યુ.કે.માં કેટલાક ભાગોમાં નવા કેસ સામે આવ્યા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે કેટલાક યુરોપીય દેશોમાં તેના આંકડા સતત વધી રહ્યા છે. પેરૂની સરકારે પણ ઇમરજન્સીને જોઇને ૩૧ ઓગસ્ટ સુધી લોકડાઉન જાહેર કર્યું છે.

બ્રાઝીલમાં ૨૪ કલાકમાં ૫૩,૩૮૩ નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે સંક્રમિતોની સંખ્યા વધીને ૨૬,૬૬,૨૯૮એ પહોંચી છે તેમજ મૃત્યુઆંક ૯૨,૫૬૮એ પહોંચ્યો છે.

આર્જેટીના સરકારે ૧૬ ઓગષ્ટ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. ચીનમાં પણ ૨૪ કલાકમાં ૪૫ નવા કેસ આવ્યા છે.

(2:50 pm IST)