Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

મંચ ઉપર વડાપ્રધાન સાથે ૫ વ્યકિત કોણ રહેશે ?

નરેન્દ્રભાઇ ત્રણેક કલાક અયોધ્યામાં ગાળશેઃ સહુ પ્રથમ હનુમાનગઢી જઇ દર્શન કરશેઃ ૨ વાગે દિલ્હી ભણી

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિ પૂજન કાર્યક્રમને લઈને તૈયારીઓ  જોરશોરથી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ પાંચમી ઓગષ્ટના રોજ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. આ અવસરને વિશેષ બનાવવા માટે  કામગીરી તેજીથી ચાલી રહી છે અને અત્યારે તમામ   નજરો અયોધ્યા ઉપર છે. તૈેયારીના ભાગરૂપે , અયોધ્યામા મુખ્ય સ્થાનોને શણગારવામાં આવી  રહ્યા છે. અયોધ્યામાં પાંચમી ઓગષ્ટના થનારા   રામ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમની તૈયારી ચાલી રહી છે.

ભૂમિ પૂજનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ પહોંચવાના છે. સૂત્રો મુજબ પીએમ મોદી ૧૧.૧૫ વાગ્યે અયોધ્યા પહોચશે. તેઓ બે કલાકથી વધુ સમય અયોધ્યા રહેશે. તેમજ બપોરના બે વાગ્યે અયોધ્યાથી રવાના થઇ જશે. અયોધ્યા પહોંચીને પીએમ મોદી સૌથી પહેલા હનુમાનગઢી જશે અને ત્યાં દર્શન કરશે.

 કાર્યક્રમમાં મંચ ઉપર માત્ર પાંચ લોકો જ રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, યુપીના રાજયપાલ આનંદીબેન પટેલ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવતજી અને મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ મંચ ઉપર રહેશે.

અયોધ્યા આગમન દરમિયાન પીએમ મોદીને રામની લાકડીની પ્રતિમા અને એક ફુટની લવકુશની પ્રતિમા ભેંટ કરવામાં આવશે.

(1:20 pm IST)
  • GST કલેક્શનમાં જબરો ઘટાડો:જુલાઈ, 2020 માં એકત્રિત કરવામાં આવેલી જીએસટીની કુલ આવક ઘટીને રૂ. 87,422 કરોડ થઈ છે : સીજીએસટી: રૂ .16,147 કરોડ: એસજીએસટી: 21,418 કરોડ : આઇજીએસટી: 42,592 કરોડ : સેસ: 7,265 કરોડ access_time 10:18 pm IST

  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : એક જ દિવસમાં સૌથી વધુ 57,212 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 16,96,780 કેસ થયા :5,64,156 એક્ટિવ કેસ :કુલ 10.95,647 દર્દીઓ રિકવર થયા :વધુ 764 લોકોના મોત :મૃત્યુઆંક 36,551 થયો : છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં નવા 10,320 કેસ : તામિલનાડુમાં 5864 કેસ :દિલ્હીમાં 1195 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 10.167 કેસ: કર્ણાટકમાં નવા 5483 કેસ :ઉત્તર પ્રદેશમાં 4422 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2496 કેસ :બિહારમાં 2986 નવા કેસ, તેલંગાણામાં 1986 કેસ,રાજસ્થાનમાં 1147 કેસ અને આસામમાં 1862 નવા કેસ અને ઓરિસ્સામાં 1499 કેસ નોંધાયા access_time 12:46 am IST

  • અમરેલી જીલ્લામાં વધુ 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા:જીલ્લામા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 463એ પહોંચી : અત્યાર સુધીમાં કુલ 16 ના મોત : 183 એક્ટીવ કેસ : 264 દર્દીઓ સ્વસ્થ થયા access_time 10:22 pm IST