Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

ભૂમિપૂજન મંદિરનું જ નહિં પણ નવા યુગનું પણ થશે : પ્રભુ શ્રીરામના આદર્શોના નવા ભારત નિર્માણનો સમય

ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું રામ મંદિર શિલાન્યાસ પ્રસંગે દેશવાસીઓને ૪-પ ઓગષ્ટે ઘરે દિવા પ્રજવલ્લીત કરવા આહવાન

લખનૌ : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવેલ કે વર્ષો સુધી રાજકીય ઉપેક્ષાની જાળમાં ફસાયેલ અવધપુરી આધ્યાત્મિક અને આધુનીક સંસ્કૃતિનું નવુ પ્રમિમાન બનીને ઉભરશે. અહી રોજગારના નવા અવસર સર્જાઇ રહ્યા છે. ગત ત્રણ વર્ષોમાં વિશ્વએ અયોધ્યાની ભવ્ય દિવાળી જોઇ છે. હવે અહી ધર્મ અને વિકાસના સમન્વયથી હર્ષની નદીઓ અને સમૃધ્ધિની બહાર ખીલશે.

તેમણે વધુમાં જણાવેલ કે પ ઓગષ્ટના રોજ ભુમીપુજન શિલાન્યાસ ફકત મંદિરનો જ નહી પણ એક નવા યુગનો પણ છે. આ નવો યુગ પ્રભુ શ્રીરામના આદર્શોને અનુરૂપ નવા ભારતના નિર્માણનો છે. આ યુગ માનવકલ્યાણનો છે. લોકકલ્યાણ માટે તપોમયી સેવાનો છે. આ યુગ રામરાજયનો છે.

આ ઐતિહાસિક ભાવવિભોર કરનાર ક્ષણે પ્રત્યેશ દેશવાસીઓનું મન પ્રફુલ્લીત હશે, હર્ષીત હશે, પણ યાદ રાખવુ જોઇએ કે પ્રભુ શ્રીરામનું જીવન આપણને સંયમની શિક્ષા આપે છે. આ ઉત્સાહ વચ્ચે પણ આપણે સંયમ વર્તવાની સાથે વર્તમાન પરિસ્થિતિઓ મુજબ સોશ્યલ ડીસ્ટન્સ બનાવી રાખવું કેમકે આપણા માટે પણ આ પરીક્ષાનો સમય છે.

યોગી આદિત્યનાથે આહવાન કરેલ કે વિશ્વના કોઇપણ ખુણે વસતા ભાવિકો ૪ અને પ ઓગષ્ટના રોજ પોતાના નિવાસ સ્થાને દિવો પ્રગટાવે, સંતો અને ધર્માચાર્યગણ મંદિરોમાં અખંડ રામાયણના પાઠ અને દિપક પ્રજવલીત કરે.

નિર્માણનું સ્વપ્ન લઇને પવિત્ર તપ કરનાર અને આ ઐતિહાસિક ક્ષણ પહેલા જ સ્વર્ગે સિધાવનાર પોતાના પુર્વજોનું સ્મરણ કરે અને તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરે. પુર્ણ શ્રધ્ધાભાવથી પ્રભુ શ્રીરામના સ્તવન કરે.

પ્રભુ શ્રીરામનું જન્મસ્થળ મોક્ષદાયીની

યોગી આદિત્યનાથે જણાવેલ કે સનાતન સંસ્કૃતિના પ્રાણ પ્રભુ શ્રીરામ જન્મસ્થળને આપણા શાસ્ત્રોમાં મોક્ષદાયીની કહેવામાં આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇના માર્ગદર્શનમાં યુપી સરકાર આ પાવન નગરને પુનઃ તે ગૌરવથી આભુષિત કરવા સંકલ્પબધ્ધ છે. અયોધ્યા વૈશ્વિક માનસપટ ઉપર મહત્વપુર્ણ કેન્દ્રના રૂપમાં અંકીત થાય અને આ ધર્મધરામાં રામરાજયના સંકલ્પ માટે અમે નિયોજીત નિતી સાથે સતત કાર્ય કરીએ છીએ. મોદીજી સવા સો કરોડ દેશવાસીઓની આકાંક્ષા પ્રત્યે કટિબધ્ધ છે. તેઓ પોતે ભૂમિપૂજન કરનાર છે. જે પ્રત્યેક ભારતીયો માટે ગૌરવની ઘડી હશે. પ્રભુ શ્રીરામના આશિષ આપણા ઉપર સદા બન્યા રહે.

(12:57 pm IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે અત્યાર સુધીમાં સૌથી વધુ એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 51232 દર્દીઓ રિકવર થયા :મહારાષ્ટ્રમાં નવા કેસ કરતા સ્વસ્થ થનાર દર્દીની સંખ્યા વધુ : દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં નવા 8601 કેસ નોંધાયા જયારે 10,725 દર્દીઓ સાજા થયા: તામિલનાડુમાં નવા 5879 કેસ સામે 7010 દર્દીઓ સાજા થયા અને આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ સામે 12,750 લોકોએ કોરોના સામે જંગ જીત્યો access_time 11:34 pm IST

  • દ્વારકા જિલ્લામાં કોરોનાએ કહેર વર્તાવ્યો: જિલ્લામાં કુલ કેસો 73 થયા:ગુંદા ગામે 4 લોકોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ : સ્નેહ રાકેશ પાડલીયા 12 વર્ષ, ચાંદ અનિલ લાલકીયા 14 વર્ષ , યુગ રેનિસ અમૃતિયા 09 વર્ષ અને રાકેશ દામજી પાડલિયા 38 વર્ષ આ ચાર લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેઓને સરકારી હોસ્પિટલ ખસેડાયા : જિલ્લામાં કુલ કેસો 73 થયા : તેન લોકોના મૃત્યુ : 33 દર્દીઓ ડિસ્ચાર્જ અને 37 દર્દીઓ એક્ટિવ કેસો access_time 10:21 pm IST

  • એમેઝોને કોરોના સામે જીત મેળવીઃ ૩૪૫ મીલીયન ડોલરનો જંગી નફો કર્યો : (૨૭૬૦ કરોડ રૂ.નો નફો) access_time 12:54 pm IST