Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

'અલ્લાહ ઈચ્છશે ત્યાં સુધી હું જીવતી રહીશ'

૧૦૫ વર્ષની અફઘાની 'દાદી' કોરોનાને ભગાડ્યો

 નોઈડા,તા.૧ : કોરોના વાયરસ જયાં દુનિયાભરમાં એક કરોડ ૭૦ લાખથી વધારે લોકો ચપેટમાં આવી ગયા છે ત્યારે નોઈડામાં એક ૧૦૫ વર્ષીય અફઘાની વૃદ્ઘ મહિલાએ ધૈર્ય અને જીવવાના દ્રઢ સંકલ્પની સાથે કોરોનાનો ભગાડવામાં સફળ રહી છે. ૧૦૫ વર્ષીય રાબિયા અહમદીનું કહેવું છે કે જયાં સુધી અલ્લાહ ઈચ્છશે ત્યાં સુધી હું જીવતી રહીશ. કોરોના અંગે ના વિચારવું એ જ યોગ્ય છે. વ્યકિતને હંમેશા જીવનમાં આગળ તરફ જ જોતા રહેવું જોઈએ. મને લાગે છે કે એટલા માટે હું અત્યાર સુધી જીવતી રહી છું. કાલે હું ઈદ-ઉલ-જુહા પર નમાજ પઢવા જઈ રહી છું.

રાબિયાને ૧૫ જુલાઈએ કોરોના પોઝિટિવ હોવાનો ખુલાશો થયો હતો. ત્યારબાદ તેમને ગ્રેટર નોઈડાના શારદા હોસ્પિટલના એલ-૩ સુવિધામાં દાખલ કરવામાં આવ્યા હતા. રાબિયા અલ્ઝાઈમરથી પીડિત છે. તે હોસ્પિટલમાં દાખલ કરતા સમયે પોતાના સંબંધીઓને ઓળખી શકતી ન હતી.

 શારદા હોસ્પિટલના COVID-19 ICU પ્રભારી ડો. અભિષેક દેસવાલના જણાવ્યા પ્રમાણે વૃદ્ઘ દર્દી રાબિયાની સારવારમાં સૌથી મોટો પડકાર તેમની ઉંમર અને ભાષા હતી. અલ્ઝાઈમરના જૂના કેસે હાલત વધારે ખરાબ કરી દીધી હતી. તેની ગંભીર સ્થિતિને જોતા તેમને સીધા ICU દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર માટે એક એકયૂટ રેસ્પિરેટ્રી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ ટીમ નિયુકત કરી હતી.

કોવિડ પ્રોટોકોલ અનુસાર સાત દિવસ માટે ગૈર ઈનવેસિવ વેન્ટિલેટર સપોર્ટ ઉપર રાખવામાં આવ્યા હતા. તેમને યોગ્ય માત્રામાં હાઈ પ્રોટીન આહાર આપવામાં આવ્યો હતો. જેના પરિણામ સ્વરૂપ તેમના સાજા થવાનો સંકેત મલી રહ્યો હતો.

ડો. દેસવાલે કહ્યું કે દર્દીને ગેર ઈનવેસિવ વેન્ટિલેશનની જરૂરિયાત ઓછી હોવાના કારણે તેમને ઓકસીજન માસ્ક લગાવવામાં આવ્યું હતું. હવે તેમને ઓકસીજનનો ખુબ જ ઓછી જરૂરિયાત છે. હવે તે ખુબ જ સ્વસ્થ દેખાય છે.

(10:31 am IST)