Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

તમાકુમાંથી બનાવી લીધી કોરોના વેકસીન? માણસ ઉપર ટ્રાયલ કરવા માટે કરી અરજી

લંડનમાં સ્થિત લકી સ્ટ્રાઈક સિગારેટ બનાવનારી આ કંપનીએ દાવો કર્યો છે કે તમાકુના પત્તાઓથી કાઢેલા પ્રોટીનમાંથી વેકસીન તૈયાર થઈ ચૂકી છે

નવી દિલ્હી,તા.૧ :  અત્યારે સમગ્ર વિશ્વના દેશો કોરોના વાયરસની વેકસીન  બનાવવા પાછળ પડ્યા છે. ત્યારે અનેક કંપનીઓની વેકસીનના હ્યુમન ટ્રાયલ   થઈ રહ્યા છે. ત્યારે તમાકુમાંથી કોરોના વેકસીન બનાવવાની વાત સામે આવી છે. એપ્રિલમાં બ્રિટિશ અમેરિકન ટોબેકો નામની કંપનીની સબ્સડિયરી કંપની કેંટકી બાયોપ્રોસેસિંગે કહ્યું હતું કે તે એક પ્રાયોગિક કોવિડ-૧૯ વેકસીન   બનાવી રહી છે. આ વેકસીન તમાકુમાંથી   બનાવવામાં આવી રહી છે. હવે કંપનીએ કહ્યું કે તે ટૂંક સમયમાં હ્યુમન ટ્રાયલ કરશે.

લંડનમાં સ્થિત લકી સ્ટ્રાઈક સિગારેટ બનાવનારી આ કંપનીનો દાવો કર્યો છે કે તમાકુના પત્તાઓથી કાઢેલા પ્રોટીનમાંથી વેકસીન તૈયાર થઈ ચૂકી છે.

લકી ટ્રાઈક સિગારેના ચીફ માર્કેટિંગ ઓફિસર કિંગ્સલે વ્હીટનને કહ્યું કે કંપની અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન પાસેથી હ્યુમન ટ્રાયલ કરવા માટે મંજૂરીની અરજી કરી ચુકી છે. જે કોઈપણ સમયે મંજૂરી મળી શકે છે.

વ્હીટને કહ્યું કે અમને સંપૂર્ણ આશા છે કે અમે હ્યુમન ટ્રાયલ માટે મંજૂરી મળી જશે. જેથી લોકોને કોરોના વાયરસની મહામારીથી બચાવી શકે. અમારી વેકસીનને પ્રી-કલીનિકલ ટ્રાયલમાં કોવિડ-૧૯ વિરુદ્ઘ સારો રિસ્પોન્સ દેખાડ્યો હતો

કંપનીનો દાવો છે કે તેઓ જે પ્રકારે વેકસીન બનાવી રહ્યા છે તે અલગ છે. અમે તમાકુના ઝાડમાંથી પ્રોટીન નીકાળીને તેને કોવિડ-૧૯ વેકસીનના જીનોમ સાથે મિકસ કર્યું છે. જેનાથી અમાી વેકસીન તૈયાર થઈ છે. અમે કેટલીક જેનેટિક એન્જિીનયરિંગ કરી છે.

કંપની પ્રમાણે પારંપરિક પદ્ઘતીની તુલનાએ આ પદ્ઘતિથી વેકસીન બનાવવામાં સમય ઓછો લાગે છે. આનાથી ફાયદો એ હશે કે અમે મહિનાઓના બદલે સપ્તાહોમાં વેકસીન બનાવી લઈએ છીએ. જેથી જલ્દી ટ્રાયલ હોય. વેકસીન લોકો વચ્ચે પહોંચી શકે.

 દુનિયાભરમાં તમાકુ ઉત્પાદનકર્તા આ સમયે કોરોના વેકસીન બનાવવાની રેસમાં કૂદી ચૂકયો છે. અત્યારે મોરિસ ઈન્ટરનેશનલની મેડિકાગો ઈનકોર્પોરેશન કંપની પણ તમાકુ આધારિત વેકસીન બનાવવામાં લાગી છે. કંપનીનો દાવો છે કે તેમની દવા આગામી વર્ષના પહેલા છ મહિનામાં આવશે.

WHOની ચીફ સાયન્ટીસ્ટ સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે આ સમય દુનિયામાં ૨૪ વેકસીન ઉપર કિલનિકલ ટ્રાયલ્સ ચાલી રહ્યા છે. જયારે આની સફળતાનો દર અત્યાર સુધી ૧૦ ટકા દેખાઈ રહ્યો છે.

સૌમ્યાએ કહ્યું કે તમાકુથી વેકસીન બનાવવાનું સાંભળવું અજીબ લાગે છે. બની શકે છે કે આ સફળ થઈ શકે છે. જોકે, આના કારણે શરીરમાં અન્ય પ્રકારની સાઈડ ઈફેકટ્સ થાય. કારણ કે સિગારેટ પીવાથી કોવિડ-૧૯ દર્દીઓની મુશ્કેલીઓ વધી રહી છે.

(10:31 am IST)