Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

કોરોનાએ ઘણા રસ્તા ખોલ્યા, ગામો પર ભાર જરૂરી : મુહમ્મદ યુનૂસ

રાહુલ ગાંધી સાથેની મંત્રણામાં નોબેલ વિજેતાએ કરેલી વાતો : નાના મજૂરો અને વેપારીઓ પાસે ખૂબ જ ટેલેન્ટ છે પરંતુ કેન્દ્રની સરકાર તેમને અર્થતંત્રનો હિસ્સો જ નથી માનતી

નવી દિલ્હી, તા. ૩૧ : કોરોના વાયરસ સંકટ અને અર્થતંત્રની મુશ્કેલીઓ વચ્ચે કોંગ્રેસના સાંસદતા રાહુલ ગાંધીનો વિશેષ સંવાદનો સિલસિલો જારી છે. રાહુલ ગાંધીએ શુક્રવારે બાંગ્લાદેશના પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને બાંગ્લાદેશ ગ્રામીણ બેંકના સંસ્થાપક મુહમ્મદ યુનૂસ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોરોના સંકટના કારણે ગરીબો પર જે મુશ્કેલી આવી પડી તેનો ઉલ્લેખ કર્યો હતો. તેના જવાબમાં મુહમ્મદ યુનૂસે આજે ગામના અર્થતંત્રને બેઠું કરવાની જરૂર છે તેમ કહ્યું હતું. તેમના કહેવા પ્રમાણે લોકોને શહેર નહીં પરંતુ ગામમાં જ નોકરીઓ આપવામાં આવે. કોરોના બાદ એક નવી નીતિ પર કામ જરૂરી છે.

રાહુલના તમે ગરીબોનું અર્થતંત્ર જાણો છો. કોરોના સંકટ કેવા લોકોને નુકસાન પહોંચાડી રહ્યું છે? સવાલના જવાબમાં મુહમ્મદ યુનૂસે કહ્યું, હું પહેલેથી જ કહેતો આવ્યો છું કે કોરોના સંકટે સમાજની કુરીતિઓ જાહેર કરી છે. ગરીબ, પ્રવાસી મજૂર આપણા બધાની વચ્ચે જ છે પરંતુ કોરોના સંકટે આ બધાને સામે લાવી દીધા છે. તેમને ઈન્ફોર્મલ સેક્ટરનો હિસ્સો માનવામાં આવે છે જે અર્થતંત્રનો હિસ્સો નથી. જો આપણે તેમની મદદ કરીએ તો સંપૂર્ણ અર્થતંત્રને આગળ લઈ જઈ શકીશું પરંતુ આપણે એવું નથી કરતા. જો મહિલાઓની વાત કરીએ તો તેમને સમાજમાં નીચેનો દરજ્જો આપવામાં આવ્યો અને અર્થતંત્ર ક્ષેત્રે કોઈ તેમનો ભાવ પણ નથી પુછતું. પરંતુ મહિલાઓએ સમય સમય પર પોતાની જાતને સાબિત કરી છે.

ભારત અને બાંગ્લાદેશ જેવા દેશો માટે આ ભવિષ્ય મુશ્કેલીભર્યું છે. નાના વેપારીઓ જ ભવિષ્ય છે પરંતુ સિસ્ટમ નથી જોઈ રહી તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું, આપણે લોકો આર્થિક મામલે પશ્ચિમી દેશોની જેમ ચાલીએ છીએ એટલે જ આમના તરફ ધ્યાન નથી અપાઈ રહ્યું. નાના મજૂરો અને વેપારીઓ પાસે ખૂબ જ ટેલેન્ટ છે પરંતુ સરકાર તેમને અર્થતંત્રનો હિસ્સો જ નથી માનતી. પશ્ચિમી દેશોમાં ગામના લોકોને શહેરમાં નોકરી માટે મોકલવામાં આવે છે અને હવે ભારતમાં પણ તેવું જ બની રહ્યું છે. આપણે ગામમાં જ અર્થતંત્ર કેમ બેઠું નથી કરતા? પહેલા શહેરો પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર હતું અને ગામડાઓ પાસે નહીં પરંતુ આજે બધા પાસે તકનીક છે તો લોકોને શા માટે શહેરમાં મોકલવામાં આવે છે. સરકારે જ્યાં લોકો હોય ત્યાં જ કામ લાવવું જોઈએ.

કોરોના સંકટે આર્થિક મશીન રોકી દીધું છે અને લોકો જલ્દી પહેલા જેવી સ્થિતિ બની જાય તેમ વિચારી રહ્યા છે. પરંતુ શું ઉતાવળ છે? જો આવું થશે તો બહું ખરાબ થશે. આપણે શા માટે એ દુનિયામાં પાછા જવું છે જ્યાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે અને બાકી અનેક પ્રકારની મુશ્કેલીઓ છે. તે ખૂબ હાનિકારક કહેવાશે.કોરોનાએ આપણને કશુંકનવું કરવાની તક આપી છે. તમારે કશું અલગ કરવું પડશે જેથીસમાજ સંપૂર્ણપણે બદલાઈશકે. ફક્ત એશિયા નહીં પણ સમગ્ર વિશ્વનો મંત્ર હોવો જોઈએ. જ્યારે અમે ગ્રામીણ બેંક શરૂ કરી તો તે ફક્ત બાંગ્લાદેશનીવાત લાગી પરંતુ ધીમે ધીમે તે મોડલ વૈશ્વિક બની ગયું. રાહુલ ગાંધીના એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, આપણા ત્યાં જાતિની સિસ્ટમ છે તો અમેરિકામાં રંગભેદ છે. પરંતુ આજે આપણે માનવતા પર પાછું ફરવું પડશે. કોરોના વાયરસે આ બધું પાછળ છોડી દીધું છે અને હવે નવી સિસ્ટમ રચવાની તક છે.

સરકાર પાસે શક્તિ છે અને તે અનેક મુદ્દાનો અંત લાવી શકે છે. પરંતુ જો તમે લોકો માટે કશું કરી રહ્યા છો પરંતુ તમે વ્યવસ્થા નથી. માટે મોટા ભાગની બાબતો સરકારના હાથમાં રહે છે અને તમે જેટલો પ્રયત્ન કરશો તેટલા વધુ બળથી પાછું આવશે. જો તમે ગરીબોની આર્થિક મદદ કરી રહ્યા છો તો ઉદ્યોગપતિઓ સાથે વાત પણ જરૂરી છે.

 

(12:00 am IST)
  • રાજકોટની નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ ૧૬ ઓગષ્ટ સુધી બંધઃ સ્ટાફ નર્સમાં ગઇકાલથી કોરોના સંક્રમણ થતા સાવચેતી માટે હોસ્પિટલ બંધ કરાવ્યુ હોવાની સત્તાવાર જાહેરાતઃ હોસ્પિટલ સંકુલ સેનેટાઇઝ કરવા સહિતના સુરક્ષાના પગલા access_time 3:26 pm IST

  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : એક જ દિવસમાં સૌથી વધુ 57,212 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 16,96,780 કેસ થયા :5,64,156 એક્ટિવ કેસ :કુલ 10.95,647 દર્દીઓ રિકવર થયા :વધુ 764 લોકોના મોત :મૃત્યુઆંક 36,551 થયો : છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં નવા 10,320 કેસ : તામિલનાડુમાં 5864 કેસ :દિલ્હીમાં 1195 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 10.167 કેસ: કર્ણાટકમાં નવા 5483 કેસ :ઉત્તર પ્રદેશમાં 4422 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2496 કેસ :બિહારમાં 2986 નવા કેસ, તેલંગાણામાં 1986 કેસ,રાજસ્થાનમાં 1147 કેસ અને આસામમાં 1862 નવા કેસ અને ઓરિસ્સામાં 1499 કેસ નોંધાયા access_time 12:46 am IST

  • જામનગરના એસપી શરદ સિંઘલની સુરતમાં બદલી : જામનગરના નવા એસપી તરીકે શ્વેતા શ્રીમાળી નિયુક્ત access_time 12:45 am IST