Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

રાષ્ટ્રપતિ કોવિંદે રિયાઝને રેસિંગ સાયકલ ભેટ આપી

૯મા ધોરણના રિયાઝનું સપનું સાયકલિસ્ટ બનવાનું છે : ખાણી-પાણીની શોપમાં વાસણ ઘસવાનું કામ કરનાર રિયાઝ સાયકલિસ્ટ બનવા માટે હાલ તનતોડ મહેનત કરી રહ્યો છે

નવી દિલ્હી, તા. ૩૧ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અત્યંત ગરીબ પરિવારના રિયાઝને તેની ગમતી વસ્તુ આપી છે. રિયાઝનું સપનું એક શ્રેષ્ઠ સાયકલિસ્ટ બનવાનું છે. જેથી રાષ્ટ્રપતિએ તેને એક રેસિંગ સાયકલ ભેટ કરી છે. સાયકલિસ્ટ બનવા માટે રિયાઝ અત્યારે તનતોડ મહેનત કરી રહ્યો છે. રાષ્ટ્રપતિએ તેને સાયકલ ભેટ કરતી વખતે સાયકલિંગ રેસમાં ઈન્ટરનેશનલ ચેમ્પિયન બનવા માટે શુભેચ્છા પાઠવતા સખત મહેનત કરવા કહ્યું. રાષ્ટ્રપતિએ ઈદના એક દિવસ અગાઉ તેને સાયકલ ભેટ કરી છે જેને તેની ઈદી બરાબર જ ગણી શકાય છે. અત્યંત ગરીબ પરિવારમાંથી આવનારો રિયાઝ અન્ય બાળકો માટે પ્રેરણા પૂરી પાડે છે. તે દિલ્હીના આનંદ વિહારના સર્વોદય બાળ વિદ્યાલયના નવમાં ધોરણનો વિદ્યાર્થી છે. તે મૂળ બિહારના મધુબનીનો રહેવાસી છે.

             તેના માતા-પિતા, બે બહેનો અને એક ભાઈ ત્યાં જ રહે છે. રિયાઝ ગાઝિયાબાદના મહારાજપુરમાં એક ભાડાના મકાનમાં રહે છે. તેના પિતા રસોઈ બનાવવાનું કામ કરે છે. તેમને આર્થિક મદદ મળી રહે તે માટે રિયાઝ શાળા સિવાયના સમયમાં ગાઝિયાબાદની એક ખાણી-પીણીની દુકાનમાં વાસણ ઘસવાનું કામ કરે છે. રિયાઝને સાયકલિંગની ધૂન લાગી છે. તે દરરોજ અભ્યાસ અને પોતાનું કામ પૂર્ણ કર્યા બાદ તે માટે આકરી પ્રેક્ટિસ કરે છે. ૨૦૧૭માં તેણે દિલ્હી સ્ટેટ સાકલમિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત તે ગુવાહાટીની સ્કૂલ ગેમ્સ ઈવેન્ટમાંભાગ લીધો હતો જ્યાં તેણે નેશનલ લેવલ પર ચોથું સ્થાન મેળવ્યું હતું.

(12:00 am IST)
  • જામનગરના એસપી શરદ સિંઘલની સુરતમાં બદલી : જામનગરના નવા એસપી તરીકે શ્વેતા શ્રીમાળી નિયુક્ત access_time 12:45 am IST

  • બકરી ઈદ તહેવાર : ડ્યુટી ઉપર સમયસર ન પહોંચવા બદલ દિલ્હીના 36 પોલિસકર્મી સસ્પેન્ડ : જામા મસ્જીદે સોશિઅલ ડીસ્ટન્સનું પાલન કરાવવા સાંજે 5 વાગ્યે હાજર ન થયેલા 36 પોલીસ કર્મચારીઓ બરતરફ : પોલીસ કમિશનર મહિલા વિજયંતા આર્યએ લીધેલું કડક પગલું access_time 12:37 pm IST

  • દેશમાં કોરોનાના કુલ કેસનો આંક 17 લાખને પાર પહોંચ્યો : સાજા થનાર દર્દીની સંખ્યા 11 લાખ નજીક: સવારે 10-30 વાગ્યા સુધીમાં તેલંગાણાના નવા 2083 કેસ અને ઓરિસ્સાના 1602 કેસ ઉમેરાયા :મિઝોરમમાં પણ 5 કેસ વધ્યા : કુલ કેસની સંખ્યા 17.00.744 થઇ : વધુ 1114 દર્દીઓ રિકવર થતા કુલ 11,96,761 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો : વધુ 11 લોકોના મોત સાથે મૃત્યુઆંક 36,562 થયો access_time 11:12 am IST