Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

હવે વડોદરા પર વિશ્વામિત્રીના પૂરનો તોળાતો ખતરો : સપાટી : 34 ફૂટે પહોંચી : તમામ બ્રિજ બંધ કરાયા : આજવા 213 ફૂટે

આજવા સરોવરના 62 દરવાજા ખોલવાયા : વિશ્વામિત્રીની સપાટીમાં સતત વધારો

વડોદરા;વડોદરામાં અનરાધાર 22 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે  હવે વડોદરા પર વિશ્વામિત્રીના પૂરનો ખતરો સર્જાયો છે.22  ઈંચ વરસાદ તેમજ આજવા સરોવરના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે બુધવારે રાતે આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ પાણી વિશ્વામિત્રીમાં આવતા વિશ્વામિત્રીની સપાટીમાં ઝડપથી વધારો થવા માંડ્યો હતો.

આજે સવારે વિશ્વામિત્રીની સપાટી 34 ફૂટ પર પહોંચ્યા બાદ વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારને જોડતા વિશ્વામિત્રીના તમામ બ્રિજ પરથી અવર જવર પર રોક લગાવી દેવામાં આવી છે.

આજે સવારે 10 વાગ્યે વિશ્વામિત્રીની સપાટી 34 ફૂટ નોંધાઈ હતી. બીજી તરફ આજવાની સપાટી 213 પર હોવાથી આજવાના 62 દરવાજામાંથી વિશ્વામિત્રીમાં પાણી છોડવાનુ ચાલુ જ છે. જેના કારણે વિશ્વામિત્રની સપાટીમાં હજી પણ વધારો થઈ શકે છે.

(10:50 am IST)