Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

ક્રૂડથી એમએસપી વધારા સુધી સીધી અસરો દેખાશે

ફુગાવાની સામે આઠ જોખમી પરિબળો છે : ક્રૂડના ભાવ, વૈશ્વિક નાણાંકીય બજારમાં ઉથલપાથલ અને એમએસપીની અસર સહિતના પરિબળોની અસરો રહેશે

નવીદિલ્હી, તા. ૧ : આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષામાં વ્યાજદર અને ચાવીરુપ રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. સતત બીજી વખત રેપો અને રિવર્સ રેપોરેટમાં વધારો કરવામાં આવ્યો છે. આરબીઆઈએ આ વધારો કરતી વેળા જુદા જુદા પરિબળોને ધ્યાનમાં લીધા છે. ક્રૂડ ઓઇલથી લઇને એમએસપીમાં વધારાની અસરને ધ્યાનમાં લીધી છે. ફુગાવા સામે રહેલા આઠ જોખમી પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. આરબીઆઈ મુજબ જે આઠ ચાવીરુપ જોખમી પરિબળો રહેલા છે તેમાં ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતો, જીએસટી રેટમાં ઘટાડાની પણ અસર થઇ છે. આ ઉપરાંત ક્રૂડ ઓઇલની કિંમતો, વૈશ્વિક નાણાંકીય બજારમાં ઉથલપાથલ, એમએસપીની અસર, ઘરના ફુગાવાના આંકડા, મોનસુનની સ્થિતિ, ફિસ્કલ સ્થિતિ, એચઆરએ સુધારા જેવા પરિબળોની અસર જોવા મળી રહી છે. આ તમામ પરિબળોને આરબીઆઈ દ્વારા ધ્યાનમાં લેવામાં આવ્યા છે. ફુગાવો વધી રહ્યો છે. ક્રડ ઓઇલની કિંમતો સતત વધી રહી છે. ભૌગોલિક તંગદિલી, તેલની કિંમતો, પુરવઠા સહિતના પરિબળો પણ દેખાઈ રહ્યા છે. ફુગાવાના જોખમને વધારવામાં વૈશ્વિક નાણાંકીય બજારોમાં ઉથલપાથલ પણ જવાબદાર છે. ફુગાવા ઉપર એમએસપીની અસર ચોક્કસપણે જોવા મળશે. આગામી થોડાક મહિનાઓમાં તેની અસર દેખાશે. પોલિસી નિવેદનમાં આરબીઆઈએ કહ્યું છે કે, સ્કીમો એક વખતે અમલી બન્યા બાદ તેનીઅસર જાણી શકાશે. સરકારેહાલમાં જ ૨૦૧૮-૧૯ની વાવણી સિઝન માટે તમામ ખરીફ પાક માટે ઉત્પાદનના ખર્ચના ૧૫૦ટકા સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. એમએસપીમાં તીવ્ર વધારો કરાયા બાદ તેની અસર પણ દેખાશે.

(7:42 pm IST)