Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

મહાગઠબંધન વિરૂધ્ધ NDAનું 'ટ્રમ્પ કાર્ડ' હશે અમરસિંહ ? મુલાયમ સામે મેદાને પડશે?

NDA અમરસિંહના 'અનુભવ'નો ઉપયોગ કરી ભીડવશે

લખનૌ તા. ૧ : ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા મુલાયમ સિંહ વિરૂદ્ઘ તેમના એક સમયના નજીકના સાથીદાર અમર સિંહને ભાજપ મેદાનમાં ઉતારી શકે છે. તીજતરમાં જ્જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાસ મહત્વ આપવામાં આવ્યા બાદ ભાજપની સહયોગી પાર્ટી સુહૈલદેવ ભારતીય સમાજ પાર્ટી (એસબીએસપી)એ સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અમર સિંહને પાર્ટીમાં શામેલ કરવા આમંત્રણ આપ્યું છે.

એસબીએસપીએ ઉત્ત્।ર પ્રદેશમાં આઝમગઢ બેઠક પરથી અરમ સિંહને ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મોકલી આપ્યો છે. વર્તમાનમાં આ બેઠક પરથી સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ સાંસદ છે.

તાજેતરમાં જ લખનૌમાં યોગી સરકારની ગ્રાઉંડ બ્રેકિંગ સેરેમની દરમિયાન ભગવાધારી કુર્તો પહેરીને આવી પહોંચેલા અમરસિંહને લઈને દિવસ દરમિયાન ચર્ચાઓનું બજાર ગરમ રહ્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન મોદી પણ પોતાના ભાષણમાં વારંવાર અમરસિંહનો ઉલ્લેખ કરતાં રહ્યાં. એસબીએસપી પ્રમુખ ઉત્તર પ્રદેશ મંત્રી ઓમપ્રકાશ રાજભરે મંગળવારે કહ્યું હતું કે, જો અમર સિંગ આઝમગથી ૨૦૧૯ની ચૂંટણી લડવા માંગતા હોય અને આ બેઠક અમારા કોટામાં આવે તો અમે આનંદ સાથે તેમને આ બેઠક ઓફર કરીશું. એસબીએસપીના દરવાજાઓ હંમેશા તેમના માટે ખુલ્લાં છે.

રાજભરે વધુમાં ઉમેર્યું હતું કે, જોકે હજી સુધી એ બાબત નક્કી નથી અને બેઠકોની ફાળવણીએ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. એનડીએના સહયોગી દળો વચ્ચે બેઠકોની ફાળવણી થવાની હજી બાકી છે.

૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં આ બેઠક ભાજપના રમાકાંત યાદવને હરાવીને મુલાયમ સિંહે જીતી લીધી હતી. પરંતુ આ બેઠક પર ભાજપની નજર ઠરી છે. વડાપ્રધાને ૧૪ જુલાઈએ જ આઝમગઢમાં પૂર્વાંચક એકસપ્રેસ વે નો શિલાન્યાસ કર્યો હતો અને એક રેલી પણ સંબોધી હતી. તેવી જ રીતે ગઈ કાલે લખનૌમાં પોતના ભાષણ દરમિયાન વડાપ્રધાને એનકવાર અમર સિંહના નામનો ઉલ્લેખ પણ કર્યો હતો.(૨૧.૨૫)

(4:07 pm IST)