Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

બેન્કોની તમામ ડિપોઝીટોમાં સોૈથી વધારે રકમ જમા કરાવે છે વ્યકિતગત થાપણદારો

સવિંગ્સ ખાતામાં આવે છે સોૈથી વધારે રકમ : બચતમાં અગ્રક્રમે રહેલા રાજયોમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ઉતરપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તામીલનાડુ, ગુજરાત અને કેરળનો નંબર

નવી દિલ્હી તા ૧ : રિઝર્વ બેન્કના આંકડા મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માં ગ્રામીણ, અર્ધ શહેરી/શહેેરી/મહાનગરીય, તમામ વસ્તી જુથોમાં સોૈથી વધુ બેન્ક ડિપોઝીટ વ્યકિતગત થાપણદારો ધરાવે છે.

માર્ચ-૨૦૧૭ના અંતે બેન્કોની કુલ થાપણો ૧૦૯.૪૩ લાખ કરોડ હતી જે વધીને માર્ચ-૨૦૧૮ માં ૧૧૭ લાખ કરોડ થઇ હતી. માર્ચ ૨૦૧૮ માં કરન્ટ એકાઉન્ટ, સેવિગ્સ એકાઉન્ટ અને ફિકસ્ડ ડિપોઝીટનો હિસ્સો અનુક્રમે ૯.૭ ટકા, ૩૨.૧ ટકા અને ૫૮.૨ ટકા છે એવું કેન્દ્રીય બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડામાં જણાવ્યું છે.

વધુમાં સતત બીજા વર્ષે સેવિગ્સ ડિપોઝીટનો પ્રવાહ ફિકસ્ડ ડિપોઝીટ અને કરન્ટ ડિપોઝીટ કરતા વધુ રહ્યો છે.

બિન નિવાસી ડિપોઝીટોમાં પાછલા વર્ષમાં આઉટફલો જોવા મળ્યા પછી માર્ચ ૨૦૧૮ માં પુરા થયેલા વર્ષ દરમ્યાન કુલ થાપણો કરતા વધુ વૃદ્ધિદર નોંધાયેો છે. વધેલી ડિપોઝીટોમાંથી લગભગ બે-તૃતીયાંશ હિસ્સો ઘરગુથ્થુ બચતોમાંથી આવ્યો છે. ત્યારબાદ દિેશી ક્ષેત્ર અને નાણાકીય ક્ષેત્રનો ક્રમ આવે છે એમ રિઝર્વ બેન્કે જણાવ્યું હતું.

ખાનગી ક્ષેત્રની બેન્કોએ અન્ય બેન્ક જુથો કરતા વધુ પ્રમાણમાં થાપણો (લગભગ ૨૦ ટકા) એકત્ર કરી અતી.

પ્રાઇવેટ કંપનીઓએ પ્રાઇવેટ બેન્કોમાં નોંધપાત્ર થાપણો જાળવી રાખી છે.

ઉતર પ્રદેશ સતત બીજા વર્ષે વધેલી પારિવારીક થાપણોમાં સોૈથી વધુ યોગ્દાન આપનારૂ રાજય હતું, મહારાષ્ટ્ર, તેલુંગણ અને કર્ણાટકમાં પણ મોટા પ્રમાણમાં નાણા ડિપોઝીટ કરાયાં હતા. રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર, દિલ્હી, ઉતર પ્રદેશે, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તામીલનાડુ, ગુજરાત અનેકેશ્રળ કેલ થાપણોમાંથી બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. (૩.૪)

 

(12:23 pm IST)