Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન નુપુર શર્મા વિષે કરવામાં આવેલી ટિપ્પણી પાછી ખેંચવાની માંગ : સામાજિક કાર્યકર અજય ગૌતમે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી : ટિપ્પણીના કારણે નૂપુરના જીવને ખતરો હોવાની રજુઆત

ન્યુદિલ્હી : સામાજિક કાર્યકર્તા અજય ગૌતમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં ગૌતમે સુપ્રિમ કોર્ટને સુનવણી દરમિયાન નુપુર શર્મા માટે કરવામાં આવેલી ટીપ્પણી પાછી ખેંચવાની માંગ કરી છે.

CJIને મોકલવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે આના કારણે નૂપુરના જીવને ખતરો છે. સુપ્રીમ કોર્ટે આકરી ટીપ્પણી કરતા કહ્યું હતું કે નુપુર શર્માએ ટીવી પર જાહેરમાં દેશની માફી માંગવી જોઈએ. તેમનું નિવેદન ઉદયપુરની ઘટના માટે પણ જવાબદાર છે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે નુપુર શર્મા વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં માંગ કરવામાં આવી હતી કે તેની સામે નોંધાયેલા કેસ દેશના જુદા જુદા ભાગોમાં નોંધાયેલા છે. કારણ કે તેમનો જીવ જોખમમાં છે, તેથી તેમનો કેસ દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવે. પરંતુ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે પહેલા હાઈકોર્ટમાં અરજી કરવી જોઈએ.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(7:07 pm IST)