Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

પાકિસ્તાનના રણપ્રદેશમાંથી આવતો સૂકો વાયરો અચાનક ઉનાળો ત્રાટક્યો :ઉત્તર ભારતમાં હીટવેવ

નવી દિલ્હી :ઉત્તર ભારતમાં ભારે તાપ અને ગરમી પડતાં લોકો પરેશાન થઈ ગયા હતા હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે પાકિસ્તાનના રણપ્રદેશમાંથી આવતો સૂકો વાયરો આખા ઉત્તર ભારતને ધમરોળી રહ્યો છે અને તેના કારણે વાતાવરણમાં હિટવેવનો અનુભવ થઈ રહ્યો છે.  તાપમાનનો પારો લગભગ સાતેક રાજ્યોમાં સરેરાશ ૪૦ ડિગ્રી કરતાં પણ વધુ નોંધાતા લોકો પરેશાન થઈ ગયા હતા. જાણે અચાનક ઉનાળો ત્રાટક્યો હોય એવો માહોલ છેલ્લાં દિવસમાં થઈ ગયો હતો.

  અધિકારીઓના કહેવા મુજબ આમ તો દેશના ઘણાં વિસ્તારમાં ચોમાસું બેસી ગયું છે, પરંતુ હરિયાણા, પંજાબ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ જેવા ઉત્તર ભારતના રાજ્યો ચોમાસાથી એક સપ્તાહ સુધી બાકાત રહેશે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં આ રાજ્યોમાં વરસાદની શક્યતા નહીંવત છે એટલે ગરમીમાંથી પણ રાહત મળવાની શક્યતા નથી.

(11:22 pm IST)