Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ઉત્તર ભારતમાં હિટવેવની સ્થિતિ: આકારા તાપથી લોકો ત્રાહિમામ : એકાદ સપ્તાહ રાહત મળવાની શકયતા ઓછી

આકાશમાંથી આગ ઝરતો તાપ વરસતા આખું ઉત્તર ભારત પરેશાન

નવી દિલ્હી : ઉત્તર ભારતમાં ભારે તાપ અને ગરમી પડતાં લોકો પરેશાન થઈ ગયા હતા. સામાન્ય રીતે જુલાઈના પહેલા સપ્તાહમાં દેશભરમાં વરસાદ ગરજતો હોય છે, તેના બદલે આકાશમાંથી આગ ઝરતો તાપ વરસતા આખું ઉત્તર ભારત પરેશાન બની ગયું હતું. હવામાન વિભાગના કહેવા પ્રમાણે હજુય એકાદ સપ્તાહ સુધી ગરમીમાં રાહત મળવાની શક્યતા ઓછી છે.
 ભારતીય હવામાન વિભાગના કહેવા પ્રમાણે જુલાઈના પહેલા સપ્તાહમાં આખાય ઉત્તર ભારતમાં હિટવેવની સ્થિતિ જોવા મળશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને દિલ્હી સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો ઊંચો ગયો હતો અને એપ્રિલ-મે માસમાં જેવી ગરમી પડતી હોય છે એવી ગરમી જુલાઈ માસમાં અનુભવાઈ હતી.

(11:20 pm IST)