Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

રાજકોટના ડૉ.સંજય ભટ્ટ, જામનગરના ડૉ.ભુપેન્દ્ર ગોસ્વામી સહીત રાજ્યના સાત તબીબોને નેશનલ એવોર્ડ એનાયત

ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા કોવિડ વોરિયર એવોર્ડ અપાયો

નવી દિલ્હી : આજે ડૉક્ટર્સ ડે નિમિત્તે ગુજરાતના પાંચ તબીબને નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તેમને એવોર્ડ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું,ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા કોવિડ વોરિયર એવોર્ડમાં રાજકોટમાંથી ડોક્ટર સંજય ભટ્ટ, જામનગરમાંથી ડોક્ટર ભુપેન્દ્ર ગોસ્વામીને એવોર્ડ આપવામાં આવ્યો હતો,

 આ ઉપરાંત અન્ય 5 તબીબને પણ અવોર્ડ આપવામાં આવ્યો હતો,જેમાં ડો.નિમેષ પી.,ડો. ભુપેન્દ્ર ગોસ્વામી,ડો.ધ્રૂપલ સુથાર,ડો.અબ્બાસ માલજીવાલા,ડો.દિપક શુક્લ,ડો.સઁજય ભટ્ટ, ડો.ચિરાગ રાઠોડને આ એવોર્ડ મળ્યો છે

(9:57 pm IST)