Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

મધ્યપ્રદેશના રેવા જિલ્લાના ગામને મીની પાકિસ્તાન બતાવ્યું : અરમેતી ગામના અબરાર ખાનની ધરપકડ

32 વર્ષિય અબરાર ખાને તેના ગામની તસવીર ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી અને લખ્યું કે ‘અરમેતી – એક મીની પાકિસ્તાન

મધ્યપ્રદેશના રેવા જિલ્લામાં એક વ્યક્તિએ તેના ગામને મીની પાકિસ્તાન બતાવતા પોલીસે આ યુવાનની ધરપકડ કરી છે. આ કેસમાં પાટનગર ભોપાલથી આશરે 500 કિલોમીટર દૂર રેવા જિલ્લાના અરમેતી ગામનો રહેવાસી અબરાર ખાનની પોલીસે ધરપકડ કરી છે. રેવાનાં પોલીસ અધિક્ષક રાકેશકુમાર સિંહે ગુરુવારે કહ્યું કે 32 વર્ષિય અબરાર ખાને તેના ગામની તસવીર તેના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી અને લખ્યું કે ‘અરમેતી – એક મીની પાકિસ્તાન’.

પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે પુછપરછ દરમિયાન અબરાર ખાને કહ્યું કે તે એક પ્રાસંગિક ટિપ્પણી છે. અબરાર ખાનના મતે તેમના ગામમાં મુસ્લિમોની વસ્તી વધારે છે. આને કારણે આસપાસના ગામોના લોકો તેના ગામને મીની પાકિસ્તાન કહે છે. આ કેસમાં પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 153 અને આઈટી એક્ટની કલમ 66 હેઠળ ગુનો નોંધીને અબરાર ખાનની ધરપકડ કરી હતી.

અમે તે લોકોની માહિતી પણ એકત્રિત કરી રહ્યા છીએ જેમને આ પોસ્ટ ગમી છે. અમે આ સંદર્ભે ગ્રામજનોને ચેતવણી પણ આપીશું કે તેઓએ આવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો ન જોઇએ. એવું કહેવામાં આવી રહ્યું છે કે અબરાર ખાને પોલીસ પૂછપરછમાં જણાવ્યું છે કે તે ઓમાનમાં કામ કરે છે. લોકડાઉનને કારણે થોડા મહિના પહેલા તેના ગામ આવ્યો હતો. પોલીસે હાલમાં અબરાર ખાનનો પાસપોર્ટ જપ્ત કર્યો છે

(8:53 pm IST)